હવે નેપાળની નજર ભારતના આ ત્રણ વિસ્તાર પર, પૂર્વ વડાપ્રધાન ઓલીએ કહ્યું સત્તામાં આવીશ તો ‘પરત લઇ લઈશું’

લિપુલેખ પાસ એ નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદ વિસ્તાર, કાલાપાની નજીકનો પશ્ચિમી બિંદુ છે. ભારત અને નેપાળ બંને કાલાપાનીને તેમના ક્ષેત્રનો અભિન્ન ભાગ ગણાવે છે. ભારત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ભાગ તરીકે અને ધારચુલા જિલ્લાના ભાગ તરીકે નેપાળનો દાવો કરે છે.

હવે નેપાળની નજર ભારતના આ ત્રણ વિસ્તાર પર, પૂર્વ વડાપ્રધાન ઓલીએ કહ્યું સત્તામાં આવીશ તો 'પરત લઇ લઈશું'
Nepal pm kp sharma oli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:02 PM

નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન(Prime Minister) અને મુખ્ય વિપક્ષ CPN-UMLના અધ્યક્ષ કેપી શર્મા ઓલી(KP Sharma Oli)એ શુક્રવારે એક સંબોધનમાં કહ્યુ હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો વાતચીત(Conversation) દ્વારા ભારતમાંથી કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ પ્રદેશોને પરત લઇ લેશે. આ વિસ્તારોને અગાઉ નેપાળે પોતાના નક્શામાં દર્શાવી વિવાદ ઊભો કર્યો હતો.

લિપુલેખ પાસ એ નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદ વિસ્તાર, કાલાપાની નજીકનો પશ્ચિમી બિંદુ છે. ભારત અને નેપાળ બંને કાલાપાનીને તેમના ક્ષેત્રનો અભિન્ન ભાગ ગણાવે છે. ભારત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ભાગ તરીકે અને ધારચુલા જિલ્લાના ભાગ તરીકે નેપાળનો દાવો કરે છે.

કે.પી. શર્મા ઓલીનો દાવો કાઠમંડુથી 160 કિમી દક્ષિણે ચિતવનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની 10મી જનરલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા ઓલીએ દાવો કર્યો હતો કે જો તેમનો પક્ષ ફરીથી સત્તામાં આવશે, તો તેઓ “લિમ્પિયાધુરા, કાલાપાની ખાતે મંત્રણા દ્વારા ભારત સાથે વાત કરશે” અને લિપુલેખ જેવા વિવાદિત વિસ્તારોને પરત લઈ લેશે. તેમણે કહ્યુ કે “અમે પડોશીઓ સાથે દુશ્મનાવટ કરીને નહીં પણ વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલવાના પક્ષમાં છીએ,”

નેપાળ ઉત્તરાખંડના રસ્તાને પોતાનો કહે છે ઓલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં CPN-UML એકમાત્ર સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે. 8 મે, 2020 ના રોજ ભારતે ઉત્તરાખંડના લિપુલેખ પાસને ધારચુલા સાથે જોડતો 80 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તો ખોલ્યો ત્યારથી દ્વિપક્ષીય સંબંધો તંગ બની ગયા. નેપાળે રસ્તો ખોલવાનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે તેના પ્રદેશમાંથી પસાર થાય છે. થોડા દિવસો પછી નેપાળે એક નવો નકશો રજૂ કર્યો જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના પ્રદેશો દર્શાવવામાં આવ્યા હતા. ભારતે આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

‘આવો આપણે સૌ દેશના વિકાસ માટે આગળ વધીએ’ તેમના સંબોધનમાં ઓલીએ કહ્યું કે તેમની પાર્ટી “નેપાળની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.” દરમિયાન, વિશેષ અતિથિ તરીકે ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા, વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ તમામ રાજકીય પક્ષોને દેશના વિકાસ માટે એકસાથે આવવા અને હાથ મિલાવવાનો આગ્રહ કર્યો અને કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે આપણે સૌ દેશના વિકાસ માટે આગળ વધીએ.’’

નેપાળના મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત બાંગ્લાદેશ, ભારત, કંબોડિયા અને શ્રીલંકા સહિતના વિવિધ દેશોના પક્ષોના પ્રતિનિધિઓ ભાજપના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હર્ષ વર્ધન વિદેશી પ્રતિનિધિઓમાં સામેલ હતા. જેમણે જનરલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : IND VS NZ: ટીમ ઇન્ડિયાએ ઇજાને લઇને વિકેટકીપર બદલવો પડ્યો, રિદ્ધિમાન સાહાને બદલે શ્રીકર ભરતે જવાબદારી સંભાળી

આ પણ વાંચો : Shani Dev Puja: આજે શનિવારના દિવસે કરો આ ચમત્કારી ઉપાય, શની દેવ પ્રસન્ન થઈ કરશે તમામ માનોકામના પુર્ણ

g clip-path="url(#clip0_868_265)">