AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ચાર કલાક નહીં, હું શરણાગતિ માટે ચાર વર્ષ આપું છું’, અફઘાન કમાન્ડો અહેમદ મસૂદે તાલિબાનના અલ્ટીમેટમ પર ભરી હુંકાર

મસૂદના પિતા અહમદ શાહ મસૂદે સોવિયત-અફઘાન યુદ્ધ અને તાલિબાન સાથેના ગૃહયુદ્ધ દરમિયાન સફળતાપૂર્વક પંજશીર ખીણનો બચાવ કર્યો હતો. પંજશીર ખીણ એવા વિસ્તારોમાંથી છે, જ્યાં તાલિબાન ક્યારેય કબજો કરી શક્યું નથી.

'ચાર કલાક નહીં, હું શરણાગતિ માટે ચાર વર્ષ આપું છું', અફઘાન કમાન્ડો અહેમદ મસૂદે તાલિબાનના અલ્ટીમેટમ પર ભરી હુંકાર
Ahmad Massoud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:37 PM
Share

અફઘાનિસ્તાનની (Afghanistan) પંજશીર (Panjshir Valley) ખીણના અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ (Ahmad Massoud) અને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે (Amrullah Saleh) તાલિબાન વિરુદ્ધ હુંકાર ભરી છે. અહેમદ મસૂદે કહ્યું છે કે તાલિબાને અમને ચાર કલાકમાં સરેન્ડર કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. અમે તેમને ચાર વર્ષનો સમય આપીએ છીએ અને જો તેમની હિંમત હોય તો અહીં આવીને બતાવે.

મસૂદના પિતા અહમદ શાહ મસૂદે સોવિયત-અફઘાન યુદ્ધ અને તાલિબાન સાથેના ગૃહયુદ્ધ દરમિયાન સફળતાપૂર્વક પંજશીર ખીણનો બચાવ કર્યો હતો. હકીકતમાં પંજશીર ખીણ એવા વિસ્તારોમાંથી છે જ્યાં તાલિબાન ક્યારેય કબજો કરી શક્યું નથી. તેના કારણે તાલિબાનોએ અહેમદ મસૂદને સરેન્ડર માટે ચાર કલાકનો સમય આપ્યો હતો. અહમદ મસૂદ દ્વારા યુદ્ધની જાહેરાત થઈ ત્યારથી તાલિબાન ગુસ્સામાં છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સ અને દુબઈ સ્થિત અલ-અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અહેમદ મસૂદે જણાવ્યું હતું ગત રાત્રે પંજશીરમાં તાલિબાને કહ્યું કે તેઓએ અમને શરણાગતિ માટે ચાર કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. અમે તેમને કહ્યું છે અમે તેમને ચાર વર્ષ આપીએ છીએ. અહીં આવીને બતાવો. તેમણે કહ્યું કે સલાંગમાં તાલિબાન સપ્લાય લાઈન નાશ પામી છે. અમારી સ્થિતિ મજબૂત છે.

તાલિબાન વિરોધી દળો આખા દેશ માટે લડી રહ્યા છે

અહમદ મસૂદે ફરી એકવાર કહ્યું કે પંજશીરે ક્યારેય કોઈની સામે ઝૂક્યું નથી. આ વખતે પણ તાલિબાન સામે સરેન્ડર નહીં કરવામાં આવે. જો તાલિબાન વાતચીત દ્વારા શાંતિ સુધી ન પહોંચે તો યુદ્ધ ટાળી શકાય નહીં. મસૂદે કહ્યું કે તાલિબાન વિરોધી દળો માત્ર પંજશીર ખીણ માટે લડી રહ્યા નથી.

લોકો જુદા જુદા પ્રાંતમાંથી આવ્યા છે અને તેઓ આખા દેશને એક પ્રાંત માનીને લડી રહ્યા છે. મસૂદે જણાવ્યુ કે તેમની પાસે નિયમિત સૈન્ય એકમો અને વિશેષ દળો તેમજ સ્થાનિક મિલિશિયાના દળોનું મિશ્રણ છે. તાલિબાન વિરોધી દળોએ તાલિબાન લડવૈયાઓની પણ ધરપકડ કરી છે.

ઈરાન અને બ્રિટેનમાં પૂર્ણ કર્યુ છે ભણતર 

32 વર્ષીય અહમદ મસૂદે છ વર્ષ ઈરાન અને બ્રિટનમાં નિર્વાસનમાં વિતાવ્યા છે. તેણે ઈરાનમાં શાળાનું શિક્ષણ પૂરું કર્યું અને પછી વધુ અભ્યાસ માટે બ્રિટન ગયો. તેમણે રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાં લશ્કરી (Royal Military Academy Sandhurst) અભ્યાસક્રમ પણ પૂર્ણ કર્યો. આ પછી મસૂદે લંડનની કિંગ્સ કોલેજમાંથી (King’s College) વોર સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પછી લંડન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો અભ્યાસ કર્યો. 2016માં તે ફરી અફઘાનિસ્તાન પરત ફર્યો.

આ પણ વાંચોAfghanistan Crisis: G7 દેશના નેતાઓ સાથે અફઘાનિસ્તાનની નીતિ પર વાત કરશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, મંગળવારે યોજાશે ઓનલાઈન બેઠક

આ પણ વાંચોઅમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ

g clip-path="url(#clip0_868_265)">