AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ

અમેરિકન નાગરિકો અને અફઘાનોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે અમેરિકી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે.

અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ
United States Secretary of Defense Lloyd Austin
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:18 PM
Share

Pentagon Asks Commercial Airlines For Help in Evacuation Operation: અમેરિકન નાગરિકો અને અફઘાનોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે અમેરિકી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. હવે આ લોકોને બહાર કાવા માટે કોમર્શિયલ એરલાઇન્સની મદદ પણ લેવામાં આવશે.

દેશના સંરક્ષણ મંત્રી અને પેન્ટાગોન (યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું હેડક્વાર્ટર) લોઈડ ઓસ્ટિને (Lloyd Austin) 6 કોમર્શિયલ એરલાઈન્સને પેસેન્જર એરક્રાફ્ટ આપવા માટે કહ્યું છે. માહિતી અનુસાર પેન્ટાગોને 18 અમેરિકન કોમર્શિયલ એરક્રાફ્ટનો ઈમરજન્સી ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને રવિવારે કહ્યું કે, તે અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને પરત લાવવા માટે કોમર્શિયલ એરલાઇન્સની મદદ માગી રહ્યું છે. સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને ‘સિવિલ રિઝર્વ એર ફ્લીટ’ કાર્યક્રમના પ્રારંભિક તબક્કાની શરૂઆત કરી છે, જેમાં 18 વિમાનોની માંગણી કરવામાં આવી છે.

આમાંથી ત્રણ અમેરિકન એરલાઇન્સ, એટલાસ એર, ડેલ્ટા એરલાઇન અને ઓમની એર પાસેથી માંગવામાં આવી છે. જ્યારે હવાઇયન એરલાઇન્સમાંથી બે અને યુનાઇટેડ એરલાઇન્સ પાસેથી પાંચની માંગ કરવામાં આવી છે.

કાબુલ એરપોર્ટ પર વિમાન ઉડાન ભરશે નહીં

પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે, જો વિમાન વિભાગને ઉપલબ્ધ કરાવવામાં આવે તો કોમર્શિયલ ફ્લાઇટ્સ પર મોટી અસર થવાની અપેક્ષા નથી. કિર્બીના મતે, આ વિમાનો કાબુલના હમીદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરશે નહીં. તેમણે કહ્યું કે, આ વિમાનોનો ઉપયોગ કાબુલ છોડ્યા બાદ મુસાફરોને અન્ય સ્ટેશનો પર લઈ જવા માટે કરવામાં આવશે, જેનાથી અમેરિકી સૈન્ય અફઘાન બાજુથી લોકોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ

તાલિબાનના ડરને કારણે મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યા છે. જેના કારણે કાબુલ એરપોર્ટ પર સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ કારણે અમેરિકા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાને ઉકેલવા માટે કોમર્શિયલ એરલાઇન્સની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એવા સમાચાર હતા કે, અમેરિકન સૈનિકોએ ભીડને વિખેરવા માટે એરપોર્ટ પર હવામાં ફાયરિંગ (US Army Firing) પણ કર્યું છે.

મહત્વનું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન બાદ લોકોમાં ઘણો ભય છે અને તેઓ મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. જેના કારણે કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ થઇ ગઇ છે. આ ભીડના કારણે અમેરિકાને તેના નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, અમેરિકન સૈનિકો ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ (US Military at Kabul Airport) પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

g clip-path="url(#clip0_868_265)">