AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે.

Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત
Surat: Textile Traders Association submits to govt against decision to impose uniform rate of GST
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:35 PM
Share

સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (SGTTA) દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નાણામંત્રી કનુ  દેસાઈને મળીને પહેલી જાન્યુઆરી,2022થી એક સમાન જીએસટી (GST) સ્લેબ લાગુ નહીં કરવા રજુઆત કરવામાં આવી છે. યાર્ન ઉપર હાલ 12 ટકા જીએસટી છે. અને ત્યારબાદ પ્રોસેસ, ગ્રે કાપડનું વેચાણ અને તૈયાર માલ ઉપર પાંચ ટકા જીએસટી છે. 

જો કે એક સરખો જીએસટી સ્લેબ જો કાપડ ઉધોગ પર લાગુ પાડવામાં આવે તો તેનાથી કાપડ ઉધોગ સાથે સંકળાયેલા તમામ લોકોની મુશ્કેલીમાં વધારો થશે એ નક્કી છે. પહેલી જાન્યુઆરીથી જીએસટીના એક સમાન સ્લેબ જે લાગુ પડવા જઈ રહ્યો છે તેણે સમગ્ર કાપડ ઉધોગકારોની ચિંતા વધારી દીધી છે.

કાપડ વેપારીઓનું કહેવું છે કે જો એકસરખા જીએસટી સ્લેબ લાગુ કરવામાં આવશે તો તેમની ઉપર આર્થિક બોજ વધશે, કોરોના સમય પછી હાલ તહેવારોને લઈને વ્યાપારની ગાડી માંડ માંડ પાટા પર આવી રહી છે તેમાં જો જીએસટીમાં જે બદલાવ આવવા જઈ રહ્યો છે તેના કારણે વેપારીઓની આર્થિક કમર ભાંગી પડશે.

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે. અને ગ્રાહકોને પણ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ મોંઘી લાગતા એકંદરે વેપાર જગતને મોટી નુકસાની ઉઠાવવાનો વારો આવશે તેવો ડર કાપડના વેપારીઓને લાગી રહ્યો છે. કાપડ અગ્રણીઓનું માનવું છે કે હાલની ઈન્વર્ટેડ ડ્યુટી હટાવવાથી સુરતના ઉદ્યોગકારો પર પાંચ ટકાનો બોજ પડશે.

તેમણે ઉમેર્યું હતું કે કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલા દરેક સ્તરને 12 ટકાને બદલે પાંચ ટકા જીએસટી કરી દેવાશે તો કાપડ ઉધોગ માટે સારું રહેશે. પરંતુ યાર્ન સિવાય પ્રોસેસ, ગ્રે કાપડના વેચાણ અને તૈયાર માલ પર પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવામાં આવશે તો જીએસટી ચોરીની સંભાવના વધી જશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉદ્યોગ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્ક્ચરને કારણે ટેક્સ્ટાઈલ વેપારીઓની મુશ્કેલી વધવાના અણસાર છે, ત્યારે સુરતમાં જે ઉદ્યોગકારો કાપડ મેન્યુફેક્ચરિંગ કરે છે તે યાર્ન પર હાલમાં 12 ટકા અને તૈયાર ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગુ છે. બંને તરફથી જીએસટી હોવાના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. હાલ ફિનિશડ કાપડ પરનો પાંચ ટકાનો જીએસટી દર હટાવીને તેને યાર્ન પર લાગુ જીએટી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : Surat : બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સરના ઠુમકા પર ચલણી નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Surat : મેટ્રો કોરિડોર માટે મહિધરપુરાના 51 પરિવારોને મકાન-દુકાન ખાલી કરવા નોટિસ, ન મળશે કોઈ વળતર કે ન મળશે આવાસ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">