Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે
ઉત્તર પ્રદેશ સરકાર તરફે હરીશ સાલ્વે રજૂઆત કરતા કહ્યુ કે, અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે લખીમપુર ખીરી કેસની (Lakhimpur Kheri incident) સુનાવણી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉત્તરપ્રદેશ સરકારે લખીમપુર ખીરી કેસની તપાસમાં લીધેલા પગલાંથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જો આરોપી સામાન્ય માણસ હોત તો તેને આવી મુક્તિ મળી હોત. SIT માં માત્ર સ્થાનિક અધિકારીઓને રાખવામાં આવ્યા છે. આ કેસ એવો નથી કે તેને સીબીઆઈને સોંપવો યોગ્ય ન ગણાય. આપણે બીજી રીતે જોવું પડશે. ડીજીપી પુરાવા સુરક્ષિત રાખો. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 20 ઓક્ટોબરે હાથ ધરાશે.
Suo-motu hearing in SC on Lakhimpur Kheri violence
Senior adv Harish Salve appearing for Uttar Pradesh government tells Supreme Court that a young man (Ashish Mishra) who is being targeted has been given notice&he’ll appear tomorrow at 11am. CJI says charges are very serious.
— ANI (@ANI) October 8, 2021
કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (Government of Uttar Pradesh) પૂછ્યું કે જ્યારે મૃત્યુ કે ગોળીબારની ઇજા જેવા ગંભીર આરોપો આ કેસમાં સામેલ હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને કાયદાએ તમામ આરોપીઓ સામે પોતાનો માર્ગ અપનાવવો જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, મામલાની ગંભીરતાને સમજીને અમને આશા છે કે યુપી સરકાર આ મામલે જરૂરી પગલાં લેશે.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે (Harish Salve) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં કહ્યું કે અજય મિશ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે આવતીકાલે સવારે કોર્ટમાં હાજર થશે. તેમને નોટિસ મોકલવામાં આવી છે.
આ પહેલા ગુરુવારે કોર્ટે યુપી સરકારને આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા લોકો સામે ગુનો નોંધાયો છે અને કોની ધરપકડ કરવામાં આવી છે.