આગામી સપ્તાહ હશે ખૂબ જ ખાસ! આકાશમાં ફરતા જોવા મળશે ‘આગના ગોળાઓ’, આ દિવસે રાત્રે દર કલાકે 40 તુટતા તારાઓ જોઈ શકાશે

Perseid Meteor Shower: લોકો આવતા સપ્તાહમાં થનારી આકાશી ઘટનાની રાહ જોવા લાગ્યા છે. આ દરમિયાન, આકાશનું દૃશ્ય સોનેરી સ્વપ્ન જેવું હશે. જ્યારે તે પ્રકાશથી ચમકી ઉઠશે.

આગામી સપ્તાહ હશે ખૂબ જ ખાસ! આકાશમાં ફરતા જોવા મળશે 'આગના ગોળાઓ', આ દિવસે રાત્રે દર કલાકે 40 તુટતા તારાઓ જોઈ શકાશે
પ્રતિકાત્મક તસવીર

Perseid Meteor Shower: લોકો આવતા સપ્તાહમાં થનારી આકાશી ઘટનાની રાહ જોવા લાગ્યા છે. આ દરમિયાન, આકાશનું દૃશ્ય સોનેરી સ્વપ્ન જેવું હશે. જ્યારે તે પ્રકાશથી ચમકી ઉઠશે. આકાશ, ચંદ્ર અને તારાઓમાં રસ ધરાવતા વિશ્વભરના લોકો માટે આગામી સપ્તાહ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. આ દરમિયાન આકાશમાં ચારે બાજુ અગનગોળાઓ દેખાશે, જે તેને રંગબેરંગી બનાવશે (Perseid Meteor Shower August 11). આ સાથે ગુરુવારનો દિવસ વધુ ખાસ રહેશે કારણ કે, આ દિવસે દર કલાકે 40 પડતા તારાઓ જોઈ શકાય છે.

આ એક પ્રકારની ખગોળીય ઘટના છે, જેને પર્સિડ્સ ઉલ્કા શાવર (Perseids Meteor Shower) તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન ઉલ્કા વર્ષા થાય છે. આ આકાશી ઘટનાને ‘ફિયરી ટીયર્સ ઓફ સેન્ટ લોરેન્સના’ પણ કહેવામાં આવે છે. આ આકાશી ઘટના ત્યારે બને છે જ્યારે ધૂમકેતુ સ્વિફ્ટ-ટટલ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થાય છે અને તેનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે.

ધૂમકેતુ સ્વિફ્ટ-ટટલની શોધ વર્ષ 1862માં લુઈસ સ્વીફ્ટ (Lewis Swift) અને હોરેસ ટટલ (Horace Tuttle) દ્વારા કરવામાં આવી હતી. આને સૂર્યની આસપાસ એક ચક્કર લગાવવમાં 133 વર્ષ લાગે છે. આ કિસ્સામાં પડતા તારા વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણ બંને બાજુ દેખાશે, જો કે મધ્ય-ઉત્તર અક્ષાંશમાં રહેતા લોકોને શ્રેષ્ઠ દૃશ્ય હશે.

એવા સ્થળોએ જ્યાં પ્રદૂષણ ઓછું થશે અને આકાશ સ્પષ્ટ હશે ત્યાં આ અદભૂત દૃશ્ય નરી આંખે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા 12 ઓગસ્ટના વહેલા કલાકોમાં તીવ્ર બનશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે એક અહેવાલ મુજબ યુકેમાં જ દર કલાકે 40 પડતા તારા જોઇ શકાય છે.

યુએસ સ્પેસ એજન્સી નાસાએ ટ્વિટ કર્યું છે કે, ‘જો તમે ઉત્તર ગોળાર્ધમાં હોવ અને પ્રકાશ પ્રદૂષણથી પણ દૂર હોવ તો તમે દર એક કલાકે 40 ઉલ્કાઓ જોઈ શકશો.’ આકાશમાંથી ઉલ્કાઓના વરસાદને ક્યારેક પડતા તારાઓ પણ કહેવામાં આવે છે (NASA on Meteor Shower). હકીકતમાં જ્યારે અવકાશનો કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેમાંથી એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે કે, તે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ તરત જ બળી જાય છે. જે આગના ગોળા જેવો દેખાય છે.

આ દરમિયાન અગ્નિના દડા જેવી વસ્તુ આકાશમાં ફરતી જોવા મળે છે. જેને લોકો ક્યારેક એલિયન્સ અને યુએફઓ પણ કહે છે. આ દ્રશ્ય પડતા તારા જેવું લાગે છે (Shooting Stars in Sky). પરંતુ આ વાસ્તવમાં પડતા તારા નથી. ઉલ્કાની ઘટના સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. જો કે, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આકાશી ઘટનાઓ તેમની ટોચ પર હશે.

 

આ પણ વાંચો: Live Tokyo Olympics 2020 Live : કુસ્તીમાં બજરંગ પુનિયાની શાનદાર જીત થઈ, ભારતના ખાતામાં કુલ 6 મેડલ થયા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati