News9 Global Summit germany : જર્મનીમાં News9 ગ્લોબલ સમિટનું ભવ્ય મંચ આયોજિત થવા જઈ રહ્યું છે, PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ લેશે ભાગ

|

Nov 20, 2024 | 10:08 AM

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટનો ભવ્ય મંચ જર્મનીમાં યોજાવા જઈ રહ્યો છે. 21 થી 23 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પીએમ નરેન્દ્ર મોદી હશે. આ ત્રણ દિવસીય સમિટમાં 10 સત્રો હશે. જેમાં 50 થી વધુ વક્તા ભાગ લેશે અને ભારત અને જર્મનીના ટકાઉ અને સ્થાયી વિકાસ માટેના રોડમેપ પર વિચાર-વિમર્શ કરશે.

News9 Global Summit germany : જર્મનીમાં News9 ગ્લોબલ સમિટનું ભવ્ય મંચ આયોજિત થવા જઈ રહ્યું છે, PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ લેશે ભાગ
news 9 global summit

Follow us on

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટની જર્મન આવૃત્તિનું મંચન થવા જઈ રહ્યું છે. ભારત અને જર્મનીના ઐતિહાસિક સ્ટુટગાર્ટ સ્ટેડિયમ ખાતે રાજનેતાઓ, કોર્પોરેટ નેતાઓ, અનુભવી ખેલાડીઓ અને સેલિબ્રિટીઓ એક મંચ પર ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વિકાસની ગતિ વધારવા પર વિચાર વિમર્શ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં યોજાનારી ન્યૂઝ9 ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ હશે.

21 થી 23 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારત અને જર્મનીના સતત અને ટકાઉ વિકાસ માટે સાથે મળીને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. ન્યૂઝ9 ગ્લોબલ સમિટ ગુરુવાર 21 નવેમ્બરે જર્મનીના ઔદ્યોગિક શહેર સ્ટુટગાર્ટના ફૂટબોલ સ્ટેડિયમમાં MHP એરેના ખાતે સાંજે 4 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમના બીજા દિવસે સાંજે 4.30 કલાકે પીએમ મોદીનું સંબોધન થશે.

અશ્વિની વૈષ્ણવ-જ્યોતિરાદિત્ય સિંધિયા ચર્ચા કરશે

21મી નવેમ્બરે સાંજે 4 વાગ્યે કાર્યક્રમના પ્રારંભ પછી Tv9 નેટવર્કના MD અને CEO, બરુણ દાસ, ન્યૂઝ9 ગ્લોબલ સમિટના ભવ્ય મંચ પર સાંજે 5:30 વાગ્યે ભારત અને જર્મની: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે રોડમેપ વિષય પર ચર્ચા કરશે. આ પછી તરત જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાંજે 5:50 વાગ્યે આ જ વિષય પર સંબોધન કરશે. સાંજે 6:05 શ્રીનગરથી સ્ટુટગાર્ટઃ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના સીઈઓ સંતોષ ઐયર કન્ઝ્યુમર કોરિડોર વિષય પર વાત કરશે. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાંજે 7.40 કલાકે સંબોધન કરશે.

શિયાળામાં છોડને લીલાછમ રાખવા માટે અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી

આ સત્રો બીજા દિવસે યોજાશે

22 નવેમ્બરે ન્યૂઝ 9 ગ્લોબલ સમિટના બીજા દિવસે, સત્રો Tv9 નેટવર્કના MD અને CEO બરુણ દાસના સ્વાગત પ્રવચન પછી શરૂ થશે. મોડી સાંજ સુધી, ભારત અને જર્મનીના નીતિ નિર્માતાઓ કાર્યક્રમમાં ભાગ લેશે અને બંને દેશોના ટકાઉ અને સ્થાયી વિકાસ અંગે ચર્ચા કરશે. જર્મનીના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર સેમ ઓઝડેમીર ટકાઉ વિકાસના એજન્ડાને સંબોધશે. આ પછી ગ્રીન એનર્જી, AI, ડિજિટલ ઈકોનોમી સ્કિલ ડેવલપમેન્ટ પર ચર્ચા થશે. બપોરે 2 વાગ્યે ભારતના સંરક્ષણ ઉદ્યોગ અને આજના યુનિકોર્ન પર ચર્ચા થશે.

PM Modi મુખ્ય અતિથિ હશે

ગ્લોબલ સમિટના બીજા દિવસનું મુખ્ય આકર્ષણ પીએમ નરેન્દ્ર મોદી હશે. તેમનું સંબોધન 22 નવેમ્બરે સાંજે 4:30 વાગ્યે ઈન્ડિયાઃ ઈન્સાઈડ ધ ગ્લોબલ બ્રાઈટ સ્પોટ વિષય પર હશે. આ ઉપરાંત પોર્શે, મારુતિ, સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, ભારત ફોર્સ, ભારત અને જર્મનીના અનેક વેપારી સંસ્થાઓ, ઈન્ડો જર્મન ચેમ્બર ઓફ કોમર્સ અને એસોચેમ જેવા વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં ચર્ચા કરશે.

50 થી વધુ સ્પીકર્સ સાથે 10 સત્રો

ન્યૂઝ9 ગ્લોબલ સમિટની જર્મન આવૃત્તિમાં 50 થી વધુ વક્તા 10 સત્રોમાં ભાગ લેશે. ટેક મહિન્દ્રાના હર્ષુલ અસનાની, માઈક્રોન ઈન્ડિયાના આનંદ રામામૂર્તિ, MHPના સ્ટેફન બેયર અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્થ્રોપોમેટ્રિક્સના ડૉ. જાન નિહુઈસ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ એડવાન્ટેજ ઈન્ડિયા’ વિષય પર ચર્ચા કરશે. આ ઉપરાંત ‘ડેવલપ્ડ વર્સીસ ડેવલપિંગઃ ધ ગ્રીન ડાઈલેમા’ વિષય પર ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સના અજય માથુર, TERIના ડો.વિભા ધવન, હીરો ફ્યુચર એનર્જીના રાહુલ મુંજાલ, ફ્રેનહોફર ISEના પ્રોફેસર એન્ડ્રીસ બેટ, ડો.જુલિયન હોશચાર્ફે ડો. હેપ સોલાર અને ડૉ. પીટર હાર્ટમેન મંથન કરશે.

પોતાનામાં અનોખી પહેલ

TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસે ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં કહ્યું કે, આ એક અનોખી પહેલ છે, આ પહેલા અમે ભારતમાં અમારી વાર્ષિક સમિટ યોજી હતી. હવે અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જઈ રહ્યા છીએ. સમિટમાં વિવિધ મુદ્દાઓ પર ગંભીર વિચાર કરવામાં આવશે. આ સિવાય એક એવોર્ડ સમારોહ પણ થશે. જેમાં વિશ્વની અનેક જાણીતી હસ્તીઓનું સન્માન કરવામાં આવશે.

Next Article