AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kathmandu News: નેપાળ એરલાઇન્સ ભંગારના ભાવે વેચી રહી છે વિમાનો, જાણો શું છે સમગ્ર મામલો?

નેપાળ એરલાઇન્સ બોર્ડ આટલા ઓછા ભાવે મોંઘા વિમાન વેચવાના વિચારથી ખુશ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, "હવે નેપાળ એરલાઇન્સ બોર્ડ સહિત દરેક જણ મૂંઝવણમાં છે, જે પ્લેનને ફેંકી દેવાની કિંમતે વેચવા માટે સંમતિ આપવા માટે અનિચ્છા ધરાવે છે." પરંતુ નેપાળ એરલાઈન્સનું કહેવું છે કે આ વિમાનોને ઉડાડવું શક્ય નથી અને તેને વેચવાનો એકમાત્ર વિકલ્પ છે. ચાલો જાણીએ એવું તે શું કારણ છે કે નેપાળને આ પ્લેન વેચવા પડી રહ્યા છે.

Kathmandu News: નેપાળ એરલાઇન્સ ભંગારના ભાવે વેચી રહી છે વિમાનો, જાણો શું છે સમગ્ર મામલો?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 1:23 PM
Share

પાકિસ્તાન અને શ્રીલંકાને તબાહ કર્યા બાદ ચીન છેલ્લા કેટલાક સમયથી નેપાળ સાથે દોસ્તી કરવાની કોશિશ કરી રહ્યું છે. જે પણ કોઈ ચીનની નજીક આવે છે તેની બરબાદી નક્કી છે. એ જ રીતે નેપાળ માટે પણ ખરાબ દિવસોની શરૂઆત થઈ. ચીને તેની સાથે અબજો રૂપિયાની છેતરપિંડી કરી છે.

આ પણ વાંચો: Sweden News: અકસ્માતમાં મહિલાએ ગુમાવ્યો હાથ, નસો-હાડકા સાથે જોડાયેલા AI હાથે આ રીતે બદલ્યું જીવન

વાસ્તવમાં નેપાળ એરલાઈન્સે થોડા વર્ષો પહેલા ચીન પાસેથી પ્લેન ખરીદ્યા હતા, જે ખામીયુક્ત નીકળ્યા હતા. હવે નેપાળ એરલાઇન્સ આ વિમાનોને ભંગારના ભાવે વેચી રહી છે. નેપાળ એરલાઈન્સે 6.66 અબજ નેપાળી રૂપિયા (50 મિલિયન યુએસ ડોલર)માં આ ચીની વિમાનો ખરીદ્યા હતા. નેપાળના ન્યૂઝ પોર્ટલ કાઠમંડુ પોસ્ટ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે આ વિમાનોને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. તેઓ તેમની કિંમત કરતાં વધુ સમસ્યાઓ ઊભી કરી રહ્યાં છે.

ચીની વિમાનો ખરાબીથી જજૂમી રહ્યા છે

નેપાળે 2014થી 2018ની વચ્ચે ચીન પાસેથી કુલ છ એરક્રાફ્ટ ખરીદ્યા હતા. ત્યારપછી એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે બાકીના પાંચ એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં બે 56 સીટર MA60 અને ત્રણ 17 સીટર Y12E નો સમાવેશ થાય છે. ચીની વિમાનો ખરાબીથી જજૂમી રહ્યા છે. ઊંચા જાળવણી ખર્ચે તેમને દેવાથી ડૂબી ગયેલી નેપાળ એરલાઇન્સનું સંચાલન કરવું અત્યંત મોંઘું પડી રહ્યું હતું.

તદુપરાંત, યોગ્ય પાઇલોટ્સની સતત અછત અને પરિણામે અકસ્માતો અને અવિશ્વસનીયતાએ સત્તાવાળાઓને શક્ય તેટલી ઝડપથી વિમાનોમાંથી છૂટકારો મેળવવાની ફરજ પાડી. વિમાનો ઓછામાં ઓછા ત્રણ વર્ષથી જમીન પર છે અને ઉડતા નથી. નેપાળ એરલાઈન્સે હવે માત્ર 220 મિલિયન નેપાળી રૂપિયા (US$1.65 મિલિયન)માં પ્લેન વેચાણ માટે મૂક્યા છે.

દરખાસ્ત નિષ્ફળ જતાં તેને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો

નેપાળ એરલાઇન્સ કોર્પોરેશનના ટોચના સ્ત્રોતના જણાવ્યા અનુસાર, આ કિંમત એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા નક્કી કરવામાં આવી હતી. નાણાકીય રીતે પછાત કંપનીએ મૂલ્યાંકન અહેવાલ માટે $20,000 ચૂકવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ સ્ક્રેપ વેલ્યુ છે.” પ્લેનને લીઝ પર આપવાની દરખાસ્ત નિષ્ફળ જતાં તેને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નેપાળ એરલાઇન્સ બોર્ડ આટલા ઓછા ભાવે મોંઘા વિમાન વેચવાના વિચારથી ખુશ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, “હવે નેપાળ એરલાઇન્સ બોર્ડ સહિત દરેક જણ મૂંઝવણમાં છે, જે પ્લેનને ફેંકી દેવાની કિંમતે વેચવા માટે સંમતિ આપવા માટે અનિચ્છા ધરાવે છે.” પરંતુ નેપાળ એરલાઈન્સનું કહેવું છે કે આ વિમાનોને ઉડાડવું શક્ય નથી અને તેને વેચવાનો એકમાત્ર વિકલ્પ છે.

નેપાળ એરલાઇન્સ બોર્ડની મંજૂરી બાદ જ આ વિમાનોનું વેચાણ કરી શકાશે. દરમિયાન, પ્રવાસન મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “એક મહિના પહેલા મોકલવામાં આવેલ રિપોર્ટ નેપાળ એરલાઇન્સ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી. તેમની મંજૂરી વિના વિમાનોના વેચાણની પ્રક્રિયા આગળ વધી શકતી નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">