નેપાળમાં ગઈકાલ રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી. જેમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 5 ભારતીય લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 4 લોકો ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી હતા. આ અકસ્માતનો એક ફેસબુક લાઈવ વીડિયો સામે આવ્યો છે. જે હૃદયને હચમચાવી નાખે તેવો છે. આમાંથી એક ભારતીય વ્યક્તિ ફેસબુક લાઈવ કરી રહ્યો હતો, જેમાં આ અકસ્માતનો ભયાનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
શું fb liveને કારણે પ્લેન ક્રેશ થયુ હતું ?
આ એફબી લાઇવ વીડિયોમાં યુવક વિમાન તુટી પડતા પહેલા બારીની બહારનો નજારો બતાવી રહ્યો છે. અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાય છે અને સર્વત્ર આગની જ્વાળાઓ ફેલાઈ જાય છે. આ વિડિયો ખૂબ જ ચોંકાવનારો છે. ત્યારે વિમાનમાં ફેસબુક લાઇવ કરવાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટીવી9-ભારતવર્ષમાં એક વિશેષ ઇન્ટરવ્યુમાં એક વક્તાએ કહ્યુ કે, સંભવ છે કે એફબી લાઈવને કારણે પ્લેન ક્રેશ થઈ શક્યુ હોય.
સતત બીજા દિવસે બચાવ કામગીરી ચાલું
નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના બાદ આજે બીજા દિવસે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. અહીં સેનાના જવાનો ચાર મૃતદેહોને શોધી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે અત્યાર સુધી એક પણ મુસાફરને જીવતો બહાર કાઢવામાં આવ્યો નથી. દરમિયાન ગંડકી હોસ્પિટલ પાસે મુસાફરોના પરિવારજનો અને સગા-સંબંધીઓ રડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
નેપાળના પોખરામાં ભયાનક વિમાન દુર્ઘટના બાદ સોમવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ થયું, જ્યાં ચાર મૃતદેહોની શોધ ચાલી રહી છે. રવિવારે મોડી રાત સુધી કાટમાળમાંથી 68 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. વિમાન દુર્ઘટના બાદ નેપાળથી લઈને ભારતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
નેપાળમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ચાર લોકો ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના હતા, જેની ઓળખ સોનુ જયસ્વાલ, અનિલ રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા તરીકે થઈ હતી. પુત્ર જન્મની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા બાદ સોનુ કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. તે જ સમયે, પાંચમા ભારતીય નાગરિકની ઓળખ સંજય જયસ્વાલ તરીકે થઈ હતી, જેનું રહેઠાણનું સ્થળ સ્પષ્ટ નથી.
(ઇનપુટ-ભાષાંતર)