AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મથુરાના કાનુડાની તો નથી ખબર પણ આ પશ્ચિમના રાધા રાણી ગરબાના તાલે મન મૂકીને ઝૂમી ઉઠયા – જુઓ Video

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. બીજું કે, શ્રદ્ધાળુઓ રાસ-ગરબા રમીને આ તહેવારને વધુ ભવ્ય બનાવે છે.

મથુરાના કાનુડાની તો નથી ખબર પણ આ પશ્ચિમના રાધા રાણી ગરબાના તાલે મન મૂકીને ઝૂમી ઉઠયા - જુઓ Video
Image Credit source: AI Generated
| Updated on: Sep 23, 2025 | 6:45 PM
Share

નવરાત્રીનો તહેવાર ભારતમાં ખૂબ જ ફેમસ છે. એવામાં આ તહેવારની ધાક બેલ્જિયમમાં પણ પડી ગઈ છે. બેલ્જિયમમાં ભક્તો અને ગરબાના શોખીનોએ ચાર ચાંદ લગાવ્યા હતા. બેલ્જિયમમાં રસિયાઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબા કરવા માટે ભેગા થયા હતા.

જો કે, હવે નવરાત્રીના રસિકોને બેલ્જિયમમાં એક નવું ઘર મળી ગયું છે, જ્યાં ભક્તો અને ગરબા ઉત્સાહીઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબા કરવા માટે ભેગા થયા હતા. ઘેન્ટમાં ‘શૂન્ય ડાન્સ સેન્ટર’ જેવા સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકોની ભીડ ઉમટી હતી.

આ ડાન્સ સેન્ટરમાં બધાની વચ્ચે આધ્યાત્મિકતા, સંગીત અને કોમ્યુનિટી બોન્ડ જોવા મળ્યું હતું. વર્કશોપ અને લાઇવ પર્ફોર્મન્સે આ ઉત્સવને આંતર-સાંસ્કૃતિક (Inter-cultural) અનુભવમાં ફેરવી નાખ્યું, જે હાલ દરેક ભારતીયને આકર્ષી રહ્યું છે. ગરબા અને દાંડિયા ફક્ત ડાન્સ વિશે જ નહીં પરંતુ માતા અંબા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે.

લયબદ્ધ તાળીઓ, ઝગમગતા પોશાક અને ઉર્જા સાથે સહભાગીઓ નવરાત્રીના તહેવારમાં ઝૂમી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, જમીન બદલાઈ શકે છે પરંતુ શ્રદ્ધા, એકતા અને આનંદની આ ઉજવણી ક્યારેય બદલાશે નહી.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">