Myanmar: મ્યાનમારમાં જેલ તોડીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ, ફાયરિંગમાં 7 કેદીના મોત, 12 ઘાયલ

મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં આવેલી જેલમાં લગભગ 50 કેદીઓએ ત્રણ સુરક્ષાકર્મીઓને બંધક બનાવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.આ જેલમાં લગભગ 1000 કેદીઓ છે.

Myanmar: મ્યાનમારમાં જેલ તોડીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ, ફાયરિંગમાં 7 કેદીના મોત, 12 ઘાયલ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:07 AM

Myanmar: ભારતના પડોશી દેશ મ્યાનમારમાં અશાંતિ જોવા મળી રહી છે, જ્યાં એક માનવતાવાદી સહાય સંસ્થા (Humanitarian Organization)’ફ્રી બર્મા રેન્જર્સ’ના ડાયરેક્ટરે દાવો કર્યો હતો કે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ મ્યાનમારના પૂર્વ વિસ્તારોમાં સેનાના વિમાનો અને હેલિકોપ્ટર (Helicopters) છે,જેમાં સામાન્ય લોકોને મરવાનો ખતરો છે.ત્યાં હવે ઉત્તર-મધ્ય મ્યાનમારની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા સાત કેદીઓ ગોળીબારમાં માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

બુધવારે માહિતી આપતા, મ્યાનમારના જેલ વિભાગના પ્રવક્તા ખિન શ્વેએ જણાવ્યું હતું કે, મંગળવારે, સાગિંગ ક્ષેત્રની કાલાયા જેલમાં લગભગ 50 કેદીઓએ ત્રણ સુરક્ષા ગાર્ડને બંધક બનાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જેલમાં લગભગ 1000 કેદીઓ છે. તેણે કહ્યું કે ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં એક મુખ્ય કેદી પણ હતો જેણે જેલમાંથી ભાગી જવાના કાવતરાને અંજામ આપ્યો હતો. જેલ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 7 કેદીઓના મોત થયા હતા, જ્યારે 12 કેદીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

મ્યાનમાર સેના દ્વારા હવાઈ હુમલા

બીજી તરફ, મ્યાનમારની સેના પર હવાઈ અને જમીની હુમલા દ્વારા મોટા પાયે નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ છે. લગભગ ત્રણ મહિનાથી યુદ્ધ ઝોનમાં રહેતા એક રાહતકર્મીએ આ અંગે માહિતી આપી હતી. માનવતાવાદી સહાયતા સંસ્થા ફ્રી બર્મા રેન્જર્સના ડાયરેક્ટર ડેવિડ યુબેન્ક્સે જણાવ્યું હતુ કે, સેનાના વિમાનો અને હેલિકોપ્ટર પૂર્વી મ્યાનમારના વિસ્તારોમાં સતત હુમલો કરી રહ્યા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

હિંસક અથડામણને જોતા UNએ તેને ગૃહયુદ્ધ ગણાવ્યુ

મ્યાનમારની સૈન્યએ ગયા વર્ષે આંગ સાન સુ કીની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર ફરીથી કબજો કર્યો હતો. રાજ્ય સંચાલિત મ્યાનમાર એલીન ડેઇલી અખબારના અહેવાલ મુજબ મ્યાનમાર સૈન્યએ કેરેન પ્રાંતની રાજધાની લોઇકાવ નજીક “આતંકવાદી જૂથો” ને ખતમ કરવા માટે હવાઈ હુમલા અને ભારે તોપમારો કર્યાની વાત સ્વીકારી. ત્યાં વારંવાર થતી હિંસક અથડામણોને ધ્યાનમાં રાખીને યુએનના કેટલાક નિષ્ણાતોએ તેને ગૃહ યુદ્ધ તરીકે પણ વ્યાખ્યાયિત કર્યું હતુ.

આ પણ વાંચો : Russia Ukraine Crisis: રશિયાના હુમલાથી યુક્રેનની રાજધાની કિવ ધમધમી, પુતિનની કડક ચેતવણીએ NATO ની વધારી મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">