Russia Ukraine Crisis: રશિયાના હુમલાથી યુક્રેનની રાજધાની કિવ ધમધમી, પુતિનની કડક ચેતવણીએ NATO ની વધારી મુશ્કેલી
રશિયાની સૈન્ય 500 કિમીની રેન્જ ધરાવતી ઈસ્કંદર મિસાઈલથી યુક્રેનના મહત્વના શહેરો પર હુમલો કરી રહી છે.જેને પગલે યુક્રેનની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે.
Russia Ukraine Crisis: યુક્રેન પર રશિયાના આક્રમણનો(Russia ukraine War) આજે 21મો દિવસ છે અને આ યુદ્ધ કેટલો સમય ચાલશે તે કોઈ નથી જાણતું, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin)બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ ડીલને લઈને મહત્વની જાહેરાત કરી છે. પુતિને કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ હોવાનું જણાય છે. ખાસ કરીને, કિવ સરકાર યુક્રેનને (Ukraine)તટસ્થ રાજ્ય તરીકે રાખવા ગંભીરતાથી વિચારી રહી છે.
યુક્રેનની રાજધાની કિવમાં સતત બોમ્બમારો
મોસ્કોના ટોચના વાટાઘાટકાર વ્લાદિમીર મેડેન્સકીએ કહ્યું હતુ કે, યુક્રેન ઑસ્ટ્રિયન અથવા સ્વીડિશ મોડલની ચર્ચા કરી રહ્યું છે, એટલે કે યુક્રેન એક તટસ્થ ડિમિલિટરાઇઝ્ડ રાજ્ય બની શકે છે, જેની પોતાની સૈન્ય અને નૌકાદળ હશે. સ્વાભાવિક રીતે જ રશિયાની આ માંગ પુરી થતી દેખાઈ રહી છે કે ઝેલેન્સકી હવે નાટોમાં ન જોડાવા માટે સંમત થઈ રહ્યા છે.
એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયન સેના (Russian Army) યુક્રેનની રાજધાની કિવમાં બોમ્બમારો કરી રહી છે જેમાં નિર્દોષ સામાન્ય લોકો માર્યા ગયા છે. આજે રશિયન સેનાએ કિવ પર મિસાઇલો (Missile) છોડી હતી. આ મિસાઇલો કિવમાં એક એપાર્ટમેન્ટ, સબવે સ્ટેશન અને અન્ય વિસ્તારો પર છોડવામાં આવી હતી.
મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો
મિસાઇલો સિવાય કિવ પર વહેલી સવારે તોપખાનાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી રશિયા દાવો કરતું આવ્યું છે કે, તે માત્ર યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે, પરંતુ માનવતાવાદી કોરિડોર આપ્યા પછી, રશિયન સેના ચોવીસ કલાકના યુદ્ધમાં કિવ અને સમગ્ર યુક્રેનની દરેક ઇમારતને નિશાન બનાવી રહી છે. દરિયા કિનારે આવેલા ઓડેસા શહેરને યુક્રેનનું મોતી કહેવામાં આવે છે, પરંતુ રશિયન મિસાઇલોએ શહેરને બરબાદ કરી દીધું છે.
મેલ ઓનલાઈન અનુસાર, રશિયન નૌકાદળ કાળા સમુદ્રમાંથી આ શહેર પર મિસાઈલ હુમલા કરી રહી છે અને ચોવીસ કલાકની અંદર શહેર પર પાંચસો મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે.બીજી તરફ રશિયાની ટેતવણીને પગલે NATO મુશ્કેલી પણ વધી ગઈ છે.