મુનીરની સરખામણી લાદેન સાથે કરતા પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ કહ્યું તેને USAમાંથી તગેડી મુકવાની જરૂર હતી
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન, ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાન ડૂબી જશે, તો તે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જશે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલના આવા ભડકાવનારા નિવેદન પછી, પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે મુનીરે અમેરિકાની ધરતી પરથી આ ટિપ્પણી કરી હતી, ત્યારે તેમને તાત્કાલિક દેશમાંથી બહાર હાંકી કાઢવાની જરૂર હતી.

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે તાજેતરમાં ઓપરેશન સિંદૂર પછી બીજી વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, અસીમ મુનીરે કહ્યું હતું કે જો કોઈ પાકિસ્તાનને ડૂબાડવાનો પ્રયાસ કરશે તો અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. હવે મુનીરે અમેરિકાની ધરતી પર આપેલા આ વિવાદાસ્પદ અને ધમકીભર્યા નિવેદન અંગે પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને, અમેરિકામાં મુનીરના નિવેદન બાદ પાકિસ્તાનના આર્મી ચીફની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરી છે. તેમણે કહ્યું કે, અસીમ મુનીર ઓસામા બિન લાદેન છે અને પાકિસ્તાનને આપવામાં આવેલી કોઈપણ છૂટ તેમની વિચારધારા બદલશે નહીં.
અસીમ મુનીરે શું નિવેદન આપ્યું?
અમેરિકામાં બેઠા બેઠા અસીમ મુનીરે કથિત રીતે અમેરિકાની મુલાકાત દરમિયાન આ ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન ડૂબી જશે તો તે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જશે. આ ટિપ્પણી કથિત રીતે ફ્લોરિડાના ટામ્પામાં યુએસ લશ્કરી અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન કરવામાં આવી હતી.
સેના પ્રમુખની લાદેન સાથે સરખામણી
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને મધ્ય પૂર્વ વિશ્લેષક માઈકલ રુબિને અસીમ મુનીરની મુલાકાત અને તેમના નિવેદનો વિશે કહ્યું કે, પાકિસ્તાનનું વર્તન “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે અને તેમણે સેના પ્રમુખના નિવેદનોની સરખામણી ISIS અને ઓસામા બિન લાદેન દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનો સાથે કરી હતી.
જ્યારે, રુબિને એવી પણ માંગ કરી હતી કે પાકિસ્તાનનો મુખ્ય નોન-નાટો સાથીનો દરજ્જો છીનવી લેવો જોઈએ અને તેને આતંકવાદને પ્રાયોજિત કરતો દેશ જાહેર કરવો જોઈએ. રુબિને એવું પણ સૂચન કર્યું હતું કે જનરલ મુનીરને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવા જોઈએ. તેમને યુએસ વિઝા મેળવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
#WATCH | Washington DC, USA | On upcoming meeting between US and Russia, Former Pentagon official Michael Rubin says, “Donald Trump is a businessman and is used to horse-trading… He does not understand that a bad peace deal can actually advance war… He has the ambition to win… pic.twitter.com/gFjBR2xnRa
— ANI (@ANI) August 11, 2025
“તેમને તાત્કાલિક હાંકી કાઢવા જોઈતા હતા”
ભૂતપૂર્વ અધિકારીએ અસીમ મુનીરની કથિત ટિપ્પણી દરમિયાન આ બધી ટિપ્પણીઓ સાંભળ્યા પછી ત્યાં હાજર અમેરિકન અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખને તાત્કાલિક બેઠકમાંથી બહાર કાઢવા જોઈતા હતા. પછી તેમને દેશમાંથી હાંકી કાઢવા જોઈતા હતા. રુબિને કહ્યું હતું કે, અસીમ મુનીરે આ નિવેદન આપ્યાના 30 મિનિટની અંદર, તેમને દેશમાંથી બહાર કાઢી નાખવા જોઈતા હતા, ટેમ્પા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લઈ જઈને અમેરિકાની બહાર મોકલી દેવા જોઈતા હતા.
ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમ પર પ્રશ્નો ઉઠાવ્યા
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના પાકિસ્તાન સાથેના સંબંધો બાહ્ય પરિબળોથી પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક ઉદ્યોગપતિ છે અને ખરીદી અને વેચાણ માટે ટેવાયેલા છે. તે સમજી શકતા નથી કે, ખરાબ શાંતિ કરાર યુદ્ધને પ્રોત્સાહન આપી શકે છે. તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માંગે છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો