Melbourne News: મેલબોર્નના પશ્ચિમમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઘાયલ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સતત અકસ્માતોની ઘટના વધી રહી છે, જેમાં સામાન્ય ભૂલના કારણે પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાયના મોત પણ થયા છે. આવી જ એક વધુ ઘટના પશ્ચિમ મેલબોર્નમાં થઈ હતી, જ્યાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુંહતું, જ્યારે બે બાળકો સહિત કુલ ત્રણ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મેલબોર્ન (Melbourne ) ની પશ્ચિમે જનરલ માર્ગ પર બે કાર વચ્ચે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે બાળકો સહિત ત્રણ ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 10.0 વાગ્યાના સુમારે નેરોવી રોડ પર પરવાન સાઉથ રોડ અને બકલર્સ રોડની વચ્ચે બચ્ચસ માર્શ પાસે થયો હતો. જેમાં એક કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેની પોલીસ દ્વારા ઓળખ થઈ નથી. આ અકસ્માત નેરોવી રોડ પર બચ્ચસ માર્શ એરફિલ્ડ પાસે થયો હતો.
એક મહિલા અને બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
પોલીસ હવે અકસ્માતની તપાસ કરી રહી છે, જેમાં એકનું મોત થયું હતું અને ત્રણને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બેમાંથી એક કારની પેસેન્જર સીટ પર બેઠેલી એક મહિલા અને પાછળની સીટ પર બેઠેલા બે બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે મહિલાને માથામાં જીવલેણ ઇજાઓ થઈ હતી અને તેને રોયલ મેલબોર્ન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યારે એક કિશોર છોકરાને રોયલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ મેલબોર્નમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. પાછળની સીટ પર બેઠેલી એક યુવતીને પણ માથામાં ઇજા થતાં તેને પણ તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
મેજર કોલિઝન ઇન્વેસ્ટિગેશન યુનિટના ડિટેક્ટિવ્સ હજુ પણ કાર અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે બીજા વાહનના ચાલકની ધરપકડ કરી લીધી છે, જે પોલીસને તેમની પૂછપરછમાં મદદ પણ કરી રહ્યો છે. એમ્બ્યુલન્સ વિક્ટોરિયાના અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, કાર અકસ્માત થયાના અમુક સમય બાદ તેમને ઘટના અંગે જાણ થઈ હતી અને બાદમાં ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલાને ફૂટસ્ક્રેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ CCTV ફૂટેજ ચકાસી રહી છે અને અકસ્માત અંગેની માહિતી મેળવી રહી છે. વિક્ટોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 માં વિક્ટોરિયાના રસ્તાઓ પર કુલ 213 લોકો મૃત્યુ પામ્યા છે અને સતત અકસ્માતોની ઘટના વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો