Melbourne News: મેલબોર્નમાં 30 વર્ષીય મહિલા પર છરી વડે હુમલો, મહિલાઓની સુરક્ષા અંગે ઉઠયા સવાલ
મેલબોર્ન શહેરમાં મહિલાઓ પર હુમલો અને લૂંટવાના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થતાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે. મેલબોર્નમાં આવો જ એક કિસ્સો ફરી એક્વા સામે આવ્યો છે જ્યાં એક મહિલા તેના જ ઘરમાં અત્યંત ઘાયલ અવસ્થામાં મળી આવી હતી.
મેલબોર્ન (Melbourne) ના દક્ષિણપૂર્વના એક વિસ્તારમાં 30 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. આ મહિલા (woman) ના પીઠના ભાગ પર છરીના અનેક ઘા જોવા મળ્યા હતા. મહિલા ઉપર એક અથવા એકથી વધુ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. મહિલાને તેના ઘરથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા
મેલબોર્ન શહેર ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર છે. શહેરમાં લોકલ અને બહારથી આવેલ અનેક લોકો વસે છે અને અભ્યાસ તથા જોબ માટે વિદેશથી પણ અનેક લોકો અહી આવે છે. મેલબોર્નમાં મહિલાઓ અને ખાસ કરીને 25 થી 45 વર્ષની વર્કિંગ મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. તેમની સુરક્ષા અને સલામતી અંગે આ મહિલાઓ સજાગ હોય છે, છતાં અનેકવાર મેલબોર્નમાં આવી મહિલાઓ પર હુમલાની ઘટના સામે આવતી રહે છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈ પ્રશાસન અને પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી
મેલબોર્નના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક ઘરમાં એક મહિલા અતિ ગંભીર હાલતમાં ઘાયલ અવસ્થામાં એક ઘરમાંથી મળી આવી છે. આ મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે. મહિલાના પીઠ પર છરાના ઘા જોવા મળ્યા હતા. તેના શરીરમાંથી ઘણું લોહી પણ નિકડી ગયું હતું અને તે ખૂબ જ પીડામાં હતી. મહિલાને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો : Dublin News : બીચ પર જોવા મળ્યો રહસ્યમય ખાડો, તટ પર આવતા લોકોમાં જાગ્યું કૂતુહલ-જુઓ Video
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઈમરજન્સી સેવાઓને સવારે 8 વાગ્યા બાદ ક્રેનબોર્ન ઈસ્ટમાં ડાર્ટમૂર ડૉ પરના નિવાસસ્થાને કોલ કરી બોલાવવામાં આવી હતી જ્યાં 30 વર્ષની વયની એક મહિલા ગંભીર રીતે ઘાયલ મળી આવી હતી. પોલીસે ત્યાં પહોંચી ચકાસણી કરતાં એક મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મહિલાને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પેરામેડિક્સે મહિલાને ઈમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અને સર્જરી માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ અંગે ઘર અંબે ટેનિય આસપાસ તપાસ કરી લોકો સાથે પૂછતાછ શરૂ કરી હતી.
મહિલા પર હુમલો થયો હોવાની આશંકા
7 ન્યૂઝ અનુસાર, મહિલાની પીઠ પર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે હુમલો થયો એ સમયે ઘટનાસ્થળ પર ત્રણ વ્યક્તિઓ હાજર હતા. પોલીસ મહિલાના હુમલાખોરને શોધી રહી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે ઘટનામાં સામેલ લોકો અને આ મહિલા એકબીજાને ઓળખતા હતા. પોલસ વધુ તપાસ કરી રહી છે અને જલ્દી હુમાલખોરોની ધરપકડ કરવામાં આવશે એવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ હુમલા અંગે કોઈપણ માહિતી ધરાવનારને 1800 333 000 પર ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો