Mars Landing: નાસાના પર્સિવરન્સ રોવરે મોકલી મંગળની પહેલી ફૂટેજ, જુઓ VIDEO

Mars Landing: યુએસ સ્પેસ એજન્સી 'નાસા'એ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મંગળથી નાસાના પર્સિવરન્સ રોવર દ્વારા મોકલવામાં આવ્યો છે.

Mars Landing: નાસાના પર્સિવરન્સ રોવરે મોકલી મંગળની પહેલી ફૂટેજ, જુઓ VIDEO
Mars Landing
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 12:52 PM

Mars Landing: યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’એ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મંગળથી નાસાના પર્સિવરન્સ રોવર દ્વારા મોકલવામાં આવ્યો છે. પેરાશૂટની મદદથી રોવરે મંગળની લાલ ધરતી પર લેન્ડીંગ કર્યું હતું. આ ઉતરવાની ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી છે. ચાર દિવસ પહેલા એટલે કે, 19 ફેબ્રુઆરીએ ધ પર્સિવરન્સ રોવર પૃથ્વી પરથી ટેકઓફ થયાના સાત મહિના બાદ મંગળ પર સફળતાપૂર્વક ઉતાર્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શું છે વીડિયોમાં? રેકોર્ડ 25 કેમેરા ધરાવતા રોવરે મંગળની લાલ કાંકરી ધરતીને વિવિધ ખૂણાથી કેમેરામાં કેદ કરી છે. મંગળની ધરતી પરનો આટલો નજીકનો વિડીયો પહેલીવાર સામે આવ્યો છે. વીડિયો મુજબ મંગળની સપાટી કઠોર દેખાઈ રહી છે. સપાટી પર સમયાંતરે મોટા ખાડાઓ પણ જોવા મળે છે. મંગળ તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ રણ છે. જેમ જેમ રોવર મંગળની સપાટીની નજીક આવે છે, તેના જેટના પવન ફેંકવાના કારણે, જમીન સપાટી પરની માટી ઝડપથી ઉડે છે. આ વીડિયો તે સમયનો છે, જ્યારે રોવર સપાટીથી માત્ર 20 મીટર દૂર છે. નજીક આવતાની સાથે રોવરના આઠ પૈડાં ખોલે છે અને મંગળની સપાટી પર ઉતરી જાય છે.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

મંગળ પર પાણીની શોધ જણાવી દઈએ કે પર્સિવરન્સ મંગળ પર કાર્બન ડાયોક્સાઈડમાંથી ઓક્સિજન બનાવવા માટે કામ કરશે અને મંગળ પર પાણીની શોધ કરશે. ઉપરાંત મંગળ જમીનની નીચે જીવનના સંકેતોનો અભ્યાસ કરશે. પર્સિવરન્સ મંગળના હવામાન અને વાતાવરણનો પણ અભ્યાસ કરશે.

આ પણ વાંચો: Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ 12 વર્ષ પછી ગોકુલધામ સોસાયટી છોડશે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">