Afghanistan: 130 મહિલાઓને વેચવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ, અમીરો સાથે લગ્ન કરાવવાની લાલચ આપી કરતો મહિલા તસ્કરી
Women Trafficking in Afghanistan: તાલિબાનના પ્રાંતીય પોલીસ વડા દામુલ્લા સેરાજે જણાવ્યું હતું કે આરોપીની સોમવારે ઉત્તર જૌજજાન પ્રાંતમાં (Jawzjan Province)થી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું 'અમે હજુ પણ અમારી તપાસના પ્રારંભિક તબક્કામાં છીએ. અમને આશા છે કે આ કેસ સંબંધિત વધુ માહિતી બાદમાં મળશે.'
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનની સત્તામાં વાપસી થતાં આ દેશ મહિલાઓ માટે નરક બની ગયો છે. દેશના ઉત્તરીય ભાગમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ 130 મહિલાઓ સાથે છેતરપિંડી કરીને તેમને વેચી દીધી છે. જે બાદ તાલિબાને કથિત રીતે તેની ધરપકડ કરી હતી. તાલિબાનના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે આરોપી મહિલાઓને ગરીબીમાંથી બહાર લાવવાની લાલચ આપીને લગ્ન કરાવવાનું વચન આપતો હતો.
તાલિબાનના પ્રાંતીય પોલીસ વડા દામુલ્લા સેરાજે જણાવ્યું હતું કે આરોપીની સોમવારે ઉત્તર જૌજજાન પ્રાંતમાં (Jawzjan Province)થી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું ‘અમે હજુ પણ અમારી તપાસના પ્રારંભિક તબક્કામાં છીએ. અમને આશા છે કે આ કેસ સંબંધિત વધુ માહિતી બાદમાં મળશે.’ તે જ સમયે જવજ્જન જિલ્લા પોલીસ વડા મોહમ્મદ સરદાર મુબારિઝે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું છે કે આરોપીઓ ગરીબ મહિલાઓને નિશાન બનાવતા હતા. તેમણે તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમને ગરીબીમાંથી બહાર કાઢશે.
અન્ય પ્રાંતોમાં વેચવામાં આવી મહિલાઓ
મળતી માહિતી મુજબ આરોપી વ્યક્તિ મહિલાઓને કહેતો હતો કે તે તેમના લગ્ન અમીર પુરુષો સાથે કરાવી દેશે. પછી તેમને (મહિલાઓને) અન્ય પ્રાંતોમાં લાવીને વેચવામાં આવી. તેણે અત્યાર સુધીમાં લગભગ 130 મહિલાઓની આ રીતે તસ્કરી કરી છે.
અફઘાનિસ્તાનમાં અપરાધ અને ભ્રષ્ટાચાર નવી વાત નથી, પરંતુ વધતી જતી ગરીબી તાલિબાન સરકારની માન્યતાની માંગને નબળી બનાવી રહી છે. ત્રણ મહિના પહેલા સત્તા પર પાછા ફર્યા બાદથી તાલિબાન (Taliban) મુખ્ય શહેરોમાં લૂંટ અને અપહરણને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાસપોર્ટ કાર્યાલય બંધ કરાયા
અગાઉ મંગળવારે તાલિબાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પાસપોર્ટ વિભાગના સભ્યો સહિત 60 લોકોની પાસપોર્ટ (Afghanistan Passport) મેળવવા માટે બનાવટી દસ્તાવેજો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે તે આ કારણોસર કાબુલમાં પાસપોર્ટ ઓફિસ (Kabul Passport Office)ને અસ્થાયી રૂપે બંધ કરી રહ્યું છે. તેને ફરીથી ક્યારે ખોલવામાં આવશે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. તાલિબાને અગાઉ સાત પ્રાંતોમાં પાસપોર્ટ જારી કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન
આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા