PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન

પીએમ કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. આ PM કિસાન માનધન યોજનામાં 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત ભાગ લઈ શકે છે. આ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે.

PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન
PM kisan Scheme (File PIc)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:17 PM

PM Kisan Samman Nidhi Yojana સિવાય પણ કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)ના ફાયદા માટે અન્ય યોજના (Schemes) ચલાવે છે. આ રીતે એક યોજનાનું નામ છે પીએમ કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojana) પણ છે. જે ખેડૂતોની ભવિષ્યને (Farmer’s Future) સુરક્ષિત બનાવાના હેતુથી બનાવામાં આવી છે.

PM Kisan Maandhan Yojana હેઠળ, ખેડૂતો દર મહિને થોડુ રોકાણ કરી નિવૃત્તિ પછી માસિક પેન્શનનો લાભ મેળવી શકે છે. પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન મળે છે. પીએમ કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. આ PM કિસાન માનધન યોજનામાં 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત ભાગ લઈ શકે છે. આ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે.

દર મહિને 3000 રૂપિયા પેન્શન

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પીએમ કિસાન માનધન યોજના હેઠળ ઉંમરના હિસાબે માસિક યોગદાન આપ્યા પછી, 60 વર્ષની ઉંમર પછી, તમને 3000 રૂપિયા માસિક અથવા 36000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે. આ માટે દર મહિને રૂ.55 થી રૂ.200 ની રકમ આપવાની રહે છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ ખેડૂતો આ યોજનામાં જોડાયા છે.

જાણો શું છે આ સ્કીમ

પીએમ કિસાન માનધન યોજનામાં, 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂતો પેન્શન યોજનામાં ભાગ લઈ શકે છે. જેમની પાસે ખેતી માટે વધુમાં વધુ બે હેક્ટર જમીન છે. તેઓએ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે માસિક રૂ. 55નું યોગદાન આપવું પડશે. આ યોજના હેઠળ ખેડૂતનું યોગદાન સરકાર દ્વારા કરવામાં આવેલા યોગદાન જેટલું હશે.

જો યોજના બંધ કરવી હોય તો ?

જો કોઈ ખેડૂત આ પીએમ કિસાન માનધન યોજનાને અધવચ્ચે છોડી દેવા માંગે છે તો તેના પૈસા વ્યર્થ નહીં જાય. તે સ્કીમ છોડશે ત્યાં સુધીમાં એકઠા થયેલા પૈસા પર. તેમને બેંકોના બચત ખાતા જેટલું વ્યાજ મળશે. જો પોલિસી ધારક મૃત્યુ પામે છે, તો તેની પત્નીને 50 ટકા મળવાનું ચાલુ રહેશે.

જો PM કિસાન ખાતામાં તમારું યોગદાન 55 રૂપિયા છે, તો સરકાર પણ તમારા ખાતામાં 55 રૂપિયાનું યોગદાન આપશે. ઉદાહરણ તરીકે જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન રૂ 55 અથવા વાર્ષિક યોગદાન રૂ 660 હશે. બીજી તરફ, જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા અથવા વાર્ષિક 2400 રૂપિયાનું યોગદાન આપવું પડશે. ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજનામાં ખેડૂતોના આકસ્મિક મૃત્યુ પર પણ નાણાંનો લાભ મળશે.

જરૂરી આધાર પુરાવા

પીએમ કિસાન માનધન યોજના માટે, ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લેવી પડશે. અને તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. આ સાથે ખેડૂતના પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને બેંક પાસબુક પણ જોડવાની રહેશે. નોંધણી દરમિયાન, ખેડૂતનો પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ જનરેટ કરવામાં આવશે, આ માટે કોઈ અલગ ફી નથી.

આ પણ વાંચો: Lemongrass Cultivation: લેમન ગ્રાસની ખેતી ખરાબાની જમીનમાં પણ કરી શકાય, પાણીની અછત ધરાવતા વિસ્તાર માટે ઉત્તમ પાક

આ પણ વાંચો: ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ

g clip-path="url(#clip0_868_265)">