Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા
Onion Price: એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગાંવમાં 16 નવેમ્બરના રોજ ડુંગળીનો લઘુત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ માત્ર 901 રૂપિયા હતો. જ્યારે મોડલ કિંમત 1880 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહી.
છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ શું તમે જાણો છો કે ખેડૂતોને કેટલા પૈસા મળી રહ્યા છે? મોટાભાગના ખેડૂતોને 900 થી 1900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. વાસ્તવિક નફો વચેટિયાઓ અને છૂટક વેપારીઓ ઉઠાવી રહ્યા છે. તેમ ખેડૂતોનું કહેવું છે. આ ભાવ મહારાષ્ટ્રના ખેડૂતો(Farmers)ને મળી રહ્યા છે, જે દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન (Onion production) કરે છે. એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગાંવમાં 16 નવેમ્બરના રોજ ડુંગળીનો લઘુત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ માત્ર 901 રૂપિયા હતો. જ્યારે મોડલ કિંમત 1880 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહી. 16 નવેમ્બરના રોજ, લાસલગાંવ મંડીમાં લાલ ડુંગળીની લઘુત્તમ કિંમત માત્ર 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે મોડલ કિંમત 2020 રૂપિયા હતી.
શું કહે છે ખેડૂત આગેવાનો ?
મહારાષ્ટ્ર કાંદા ઉત્પાદક સંગઠનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ભરત દિખોલે TV9 હિન્દીને જણાવ્યું કે મોટાભાગના લોકો સૌથી ઓછા દર અને મોડલ કિંમતે વેચાણ કરે છે. બહુ ઓછા લોકોની ડુંગળી મહત્તમ ભાવે ખરીદવામાં આવે છે. તેથી, ખેડૂતને કેટલો ભાવ મળે છે તે જાણવા માટે, લઘુત્તમ અને મોડલ કિંમત જોવી જોઈએ.
કિંમત કેટલી હોવી જોઈએ
દિઘોલે કહે છે કે પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 17-18 રૂપિયા આવી રહી છે. કારણ કે ડીઝલ, ખાતર અને મજૂરીનો ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં, અમને ઓછામાં ઓછા 32 થી 35 રૂપિયા પ્રતિ કિલોનો દર મળવો જોઈએ. નહીંતર 9 અને 18 રૂપિયા પ્રતિ કિલોના દરે ખેડૂતોની આવક બમણી થઈ શકે તેમ નથી.
સરકારે ડુંગળીના ભાવ અંગે નીતિ બનાવવી જોઈએ
મહારાષ્ટ્ર દેશની 40 ટકા ડુંગળીનું ઉત્પાદન કરે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, નાસિક તેનો ગઢ છે. દિઘોલે કહે છે કે ખેડૂતોની ડુંગળીના ભાવ વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જે દિવસે ખેડૂત પોતે તેની ઉપજની કિંમત નક્કી કરવાનું શરૂ કરશે, ત્યારે ચિત્ર અલગ હશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એવી નીતિ બનાવે જેથી ખેડૂતોને 30 રૂપિયા પ્રતિ કિલોથી ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ ન પડે. જો આમ કરવામાં આવશે તો ખેડૂતોની આવક બમણી થશે.
ખેડૂતોનું શું કહેવું છે
ડુંગળી ઉત્પાદક ખેડૂતોનું કહેવું છે કે, આટલા ઓછા ભાવથી તેમની પાછળનો ખર્ચ પણ નહીં નીકળે. કારણ કે ડીઝલના ભાવમાં વધારો થયો છે. ખેતીની તૈયારીનો ખર્ચ વધી ગયો છે. ખાતરના ભાવ આસમાને છે. ખેતરોમાં કામ કરતા લોકોના વેતનમાં પણ વધારો થયો છે. અમારી મહેનતનો બધો નફો વચેટિયાઓ અને છૂટક વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: ખેતીની ટેક્નોલોજીમાં નવા ફેરફારો હવે FICCI માં સ્માર્ટ અને ટકાઉ ખેતી પર ખેડૂતોને મળશે સાચી અને સચોટ જાણકારી
આ પણ વાંચો: PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન