AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્ટાર્કટિકામાં બ્રિટિશ રિસર્ચ સેન્ટર નજીક તૂટીને પડ્યો વિશાળ બરફનો ટુકડો, કદ ન્યૂયોર્ક સિટીથી મોટું

બ્રિટનના સંશોધન કેન્દ્રની નજીક બરફ તૂટી પડ્યો. જી હા એન્ટાર્કટિકામાં આ વખતે હલનચલણ તીવ્ર બની ગઈ છે. અહીં બ્રિટિશ રિસર્ચ સેન્ટરની નજીક બરફનો મોટો ટુકડો તૂટીને પડ્યો છે,

એન્ટાર્કટિકામાં બ્રિટિશ રિસર્ચ સેન્ટર નજીક તૂટીને પડ્યો વિશાળ બરફનો ટુકડો, કદ ન્યૂયોર્ક સિટીથી મોટું
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 10:10 PM
Share

બ્રિટનના સંશોધન કેન્દ્રની નજીક બરફ તૂટી પડ્યો. જી હા એન્ટાર્કટિકામાં આ વખતે હલનચલણ તીવ્ર બની ગઈ છે. અહીં બ્રિટિશ રિસર્ચ સેન્ટરની નજીક બરફનો મોટો ટુકડો તૂટીને પડ્યો છે, જેનું કદ ખૂબ મોટું છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેમાં આ માહિતી સામે આવી છે. સંશોધન સંસ્થાએ જણાવ્યું છે કે બરફના આ ટુકડાનું કદ 490 ચોરસ મિલ (1270 ચોરસ કિલોમીટર) છે. આ કદ ન્યુયોર્ક સિટી કરતા પણ મોટું છે. તેની જાડાઈ લગભગ 150 મીટર છે. આ ઘટના શુક્રવારની છે. જે પ્રક્રિયા હેઠળ આ બન્યું છે તેને કાલવિંગ કહે છે.

A huge piece of ice larger than New York City, collapsed near the British Research Center in Antarctica.

બ્રિટિશ રિસર્ચ સેન્ટર નજીક બરફનો મોટો ટુકડો પડી ગયો

અગાઉ વૈજ્ઞાનિકોએ શેલ્ફમાં તિરાડો જોઈ હતી. લગભગ એક દાયકા બાદ આવી ઘટના જોવા મળી છે. શુક્રવારે સવારે આઈસબર્ગ સંપૂર્ણપણે તૂટી પડ્યા પહેલા બરફમાં ઘણી તિરાડો જોવા મળી હતી. બ્રિટનના હેલી VI સંશોધન સ્ટેશન (Halley VI Research Station) અહીં રોજ બરફના શેલ્ફનું નિરીક્ષણ કરે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આવી ઘટના કોઈક વાર ફરીથી બીજા સમયે બની શકે છે.

આ પણ વાંચો: GUJARAT BUDGET 2021: છેલ્લા 5 વર્ષ સહીત આ વર્ષના બજેટની તમામ માહિતી એપ્લીકેશનમાં મળશે, બજેટ એપને આ રીતે કરો ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">