AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News : હંમેશાને માટે નથી આવી રહ્યા છત્રપતિ શિવાજીના ‘વાઘનખ’, બ્રિટન કેમ પાછા જશે?

છત્રપતિ શિવાજી મહારાજનું ખાસ શસ્ત્ર વાઘનખ હવે ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયારો કાયમ માટે ભારતમાં નથી આવી રહ્યા. તે માત્ર 3 વર્ષ માટે લાવવામાં આવી રહ્યા છે. જાણો કે તેની પાછળ શું કારણ રહેલું છે.

London News : હંમેશાને માટે નથી આવી રહ્યા છત્રપતિ શિવાજીના 'વાઘનખ', બ્રિટન કેમ પાછા જશે?
Wagh nakh of Chhatrapati Shivaji
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 10:00 AM
Share

બ્રિટનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી છત્રપતિ શિવરાજજી મહારાજના વાઘનખનું ભારત આવી રહ્યા છે. તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં મ્યુઝિયમ મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ સાઈન કરવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઘનખ આવતા સપ્તાહ સુધીમાં મહારાષ્ટ્ર લાવવામાં આવી શકે છે. જો કે અહેવાલો અનુસાર, આ વાઘનખ ત્રણ વર્ષ માટે જ ભારતમાં લાવવામાં આવશે. આ પછી તેને પાછા લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : London News: શિવાજી મહારાજના વાઘ નખને લઈ Good News, 350 વર્ષ પછી ઈંગ્લેન્ડ ભારતને પરત કરશે

સાંસ્કૃતિક મંત્રી વાઘનખને લેવા બ્રિટન જશે

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવાર મંગળવારે એટલે કે 3જી ઓક્ટોબરે આ વાઘનખને લેવા બ્રિટન જવાના છે. આ વાઘનખ એટલા માટે પ્રખ્યાત છે કેમ કે આ નખથી શિવાજી મહારાજે અફઝલખાનની હત્યા કરી હતી. ઈસવિસન 1659માં પોતાના હાથે જ શિવાજીએ ધાતુના પંજા જેવું એક હથિયારને પોતાની સાથે રાખતા અને તેનાથી તેને અફઝલ ખાનની યોજનાને અસફળ કરી હતી અને તેની હત્યા કરી દીધી હતી.

જન્મજયંતિ પર વાઘનખ ભારત આવશે

મ્યુઝિયમ પણ આ માટે સહમત છે. એક નિવેદનમાં મ્યુઝિયમ તરફથી કહેવામાં આવ્યું છે કે તે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ ખુશ છે કે શિવાજીની 350મી જન્મજયંતિ પર વાઘનખને ભારત લાવવામાં આવી રહ્યું છે. તેને મર્યાદિત સમયગાળા માટે જ ભારત મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. આ વાઘનખ એડનના જેમ્સ ગ્રાન્ટ ડફને આપવામાં આવ્યો હતો. આ વાઘનખ વિશે મ્યુઝિયમમાં લખેલું છે કે શિવાજીએ મુઘલ સેનાના સેનાપતિને આનાથી મારી નાખ્યા હતા.

વાઘનખને લઈને રાજકીય હોબાળો

મહારાષ્ટ્ર સરકારની આ પહેલ પર શિવસેના યુબીટી જૂથના ઘણા નેતાઓએ જુદા-જુદા પ્રશ્નો ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે, આ શિવાજી મહારાજના વાઘનખનું અપમાન છે, આ હથિયાર માત્ર 3 વર્ષથી ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, વાઘનખને ભારત લાવવામાં આવી રહ્યો છે કે ત્યાંથી ઉધાર લાવવામાં આવી રહ્યા છે. આ સવાલો પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અપમાનજનક પ્રશ્નો પૂછવા એ શિવસેનાનો ઈતિહાસ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">