AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં આતંકી હુમલાની ધમકી આપનાર ખાલિસ્તાની આંતકી પન્નુ સામે નોંધાઈ FIR

Gujarati Video : અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં આતંકી હુમલાની ધમકી આપનાર ખાલિસ્તાની આંતકી પન્નુ સામે નોંધાઈ FIR

Mihir Soni
| Edited By: | Updated on: Sep 29, 2023 | 5:48 PM
Share

શહેર પોલીસે અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે આવતા ધમકી ભર્યા કોલની નોંધ લઇ કાર્યવાહી કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાય તે પહેલા ધમકી ભર્યા કોલ કરી ધમકી આપતા ખાલિસ્તાની આંતકી ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Ahmedabadઅમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચમાં આતંકી હુમલાની ખાલિસ્તાની આંતકી ગુરપતવંત પન્નુની ધમકીને પગલે કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અજાણ્યા નંબર પર પ્રિ રેકોર્ડેડ મેસેજ મોકલી ધમકી આપવામાં આવી રહી છે. ધમકીમાં વર્લ્ડકપ નહીં પણ ટેરર કપ હશે એવો મેસેજ કર્યો હતો.

આ પણ વાંચો Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!

શહેર પોલીસે અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે આવતા ધમકી ભર્યા કોલની નોંધ લઇ કાર્યવાહી કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાય તે પહેલા ધમકી ભર્યા કોલ કરી ધમકી આપતા ખાલિસ્તાની આંતકી ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સાયબર ક્રાઈમ પ્રમાણે, એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભર્યો ઓડિયો મેસેજ જુદા-જુદા વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરૂપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ગુરૂપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલિસ્તાની આંદોલનના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ના નામથી સંગઠન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે.. જેને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કરેલો છે.. અમદાવાદના જે લોકોને કોલ આવેલા છે તે પણ વિદેશથી જ આવેલા છે.

સાયબર ક્રાઈમ પ્રમાણે, આરોપી સામે આઈટી એક્ટ 66 એફ, અનલોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967ની કલમ 16.1 બી મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પન્નુ સામે આ બીજી ફરિયાદ છે. આ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયાના પીએમ સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે આવ્યા હતા ત્યારે પણ પન્નુએ ધમકી આપી હતી.

તે સમયે સાયબર ક્રાઈમે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ સિમ્બોક્ષ રેકેટ ઝડપી પાડ્યું હતું અને ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પણ પોલીસ ટેક્નિકલ ટીમની મદદ લઈને તપાસ કરી રહી છે. જરૂર પડ્યે કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">