મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?- વાંચો
મોગલ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીએ તેની મનપસંદ સ્ત્રીઓને હાંસિલ કરવા માટે પણ અનેક યુદ્ધો લડ્યા હતા. તે મર્યો ત્યારે તેના હરમમાં 1000 થી વધુ રાણીઓ હતી. જો કે આપને જાણીને નવાઈ લાગશે કે ખીલજી પાસે અત્યંત સુંદર 1000 રાણીઓ હોવા છતા તે એક વ્યંઢળના પ્રેમમાં હતો અને તેના અંતિમ સમયે તેના વિયોગમાં જ તે મૃત્યુ પામ્યો ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ખીલજીના ગયા બાદ આ રાણીઓનું શું થયું? શું ખીલજીએ તેના અંતિમ સમયમાં તેની હજારો પત્નીઓ માટે કંઈ યોજના વિચારી રાખી હતી કે કેમ? આવો જાણીએ

અલ્લાઉદ્દીન ખીલજી ઈતિહાસમાં અંકિત એવુ નામ હતુ કે જેનુ નામ પડતા જ આસપાસના નાનામોટા રાજા શસ્ત્રો મુકીને ખુદ જ શરણાગતિ સ્વીકારી લેતા હતા, ખીલજી જેટલો શક્તિશાળી હતો, તેનાથી ક્યાંય વધુ તે શાતિર દિમાગનો હતો. માલિક કાફુરને મળ્યા પહેલા તેણે જેટલા પણ યુદ્ધો જીત્યા હતા તે તેની બાહુબળની તાકાત સાથે બુદ્ધિના દમ પર જીત્યા હતા. ખીલજીએ તેના સમયમાં અનેક મંદિરો અને ઈમારતોને ધ્વસ્ત કરી તેની જગ્યાએ મસ્જિદો બંધાવી હતી. તેના હરમમાં પણ મોટાભાગની હિંદુ મહિલાઓ જ હતી. તે માનતો હતો કે હિંદુ મહિલાઓ મુસ્લિમ મહિલાઓની તુલનાએ વધુ વિશ્વાસપાત્ર હોય છે. આજ કારણે તેના ચાર લગ્નોમાંથી ત્રણ પત્નીઓ હિંદુ હતી. તેની એક પત્ની જેનુ નામ મલ્લિકાએ જહા હતુ જે તેના સગા કાકાની દીકરી હતી. એટલે એક રીતે તેની બહેન હતી. ખીલજીએ તેની સાથે જ લગ્ન કર્યા હતા. બહેન સાથે લગ્ન કરવા પાછળ ખીલજીનો ઈરાદો તેના ચાચા જલ્લાલુદ્દીનને સલ્તનતને હડપ કરવાનો હતો. ...
