Knowledge: દુનિયાના આ દેશોએ પણ બદલ્યા છે તેના નામ, જાણો તેના નવા અને જુના નામ
કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં અવ્યું છે. સત્રને લઈને તેમાં શું થશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ બદલીને ભારત રાખવામાં આવી શકે છે. આ પહેલીવાર નથી, દુનિયાના એવા ઘણા દેશ છે જેના નામ બદલવામાં આવ્યા છે.
હાલમાં G-20 સમિટની (G20 Summit) તૈયારીઓ ચાલી રહી છે. આ સમિટ બાદ કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર (Parliament Session) બોલાવવામાં અવ્યું છે. સત્રને લઈને તેમાં શું થશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ બદલીને ભારત રાખવામાં આવી શકે છે. આ પહેલીવાર નથી, દુનિયાના એવા ઘણા દેશ છે જેના નામ બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત એવા ઘણા દેશ છે જેમને દેશને આઝાદી મળ્યા બાદ દેશના નામ બદલ્યા છે.
1. તુર્કી – તુર્કીયે
તુર્કીના રાષ્ટ્રપતિએ તાજેતરમાં તુર્કીનું નામ તુર્કીયે કર્યું છે. વર્ષ 1923માં પશ્ચિમી દેશોના કબજામાંથી મુક્ત થયા બાદ તુર્કીને તુર્કીયેના નામથી ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ તે બદલીને તુર્કી કરવામાં આવ્યું હતું.
2. હોલેન્ડ – નેધરલેન્ડ
હોલેન્ડની સરકારે દેશનું નામ બદલીને નેધરલેન્ડ કરવાનો નિર્ણય જાન્યુઆરી 2020 માં કર્યો હતો. તેના બે પ્રદેશો છે એક દક્ષિણ હોલેન્ડ અને બીજું ઉત્તર હોલેન્ડ.
3. સીલોન – શ્રીલંકા
વર્ષ 1505 માં પોર્ટુગીઝોએ સીલોન નામના ટાપુની શોધ કરી હતી. ત્યારબાદ તે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગયું. વર્ષ 1948માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી અને 1972 માં દેશ પ્રજાસત્તાક બન્યો. તે સમયે સરકારે તેનું નામ બદલીને સીલોનથી શ્રીલંકા કર્યું હતું.
4. રિપબ્લિક ઓફ મેસેડોનિયા – રિપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયા
મેસેડોનિયા રિપબ્લિકે ફેબ્રુઆરી 2012 માં તેના દેશનું નામ બદલીને નોર્થ મેસેડોનિયા કર્યું. તેનું કારણ NATO નો ભાગ બનવાનું અને તેના પાડોશી દેશ ગ્રીસથી અલગ દેખાવાનું હતું.
5 ચેક રિપબ્લિક – ચેકિયા
ચેક રિપબ્લિક એપ્રિલ 2016 થી ચેકિયા તરીકે જાણીતું બન્યું. તે મધ્ય યુરોપનો એક દેશ છે, જે પહેલા ‘બોહેમિયા’ તરીકે પણ ઓળખાતો હતો.
6. સ્વાઝીલેન્ડ – એસ્વાતીની
વિશ્વના મોટાભાગના દેશોમાં રાજાશાહી પ્રથા પૂર્ણ થઈ છે. પરંતુ આજે પણ આફ્રિકામાં એક એવો દેશ છે જ્યાં રાજાશાહી છે. તે દેશ સ્વાઝીલેન્ડ છે. વર્ષ 2018માં આ દેશની આઝાદીના 50 વર્ષ પૂરા થયા પર નામ બદલીને એસ્વાતિની કર્યું હતું.
7. બર્મા – મ્યાનમાર
મ્યાનમારને પહેલા બર્મા કહેવામાં આવતું હતું. વર્ષ 1989માં તેનું નામ બદલીને મ્યાનમાર કર્યું હતું. ત્યાં ઘણો વિદ્રોહ થયો અને એક વર્ષ બાદ બળવાને કારણે હજારો લોકો માર્યા ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઈમેજ સુધારવા માટે ત્યાંની સેનાએ નામ બર્માથી બદલીને મ્યાનમાર કર્યું હતું.
આ પણ વાંચો : New York News : ક્યારેય જોઈ છે બારી વગરની 29 માળની બિલ્ડિંગ ? લોકોએ કહ્યું – આ તો ભૂતનું ઘર લાગે છે !
8. ફારસ – ઈરાન
માર્ચ 1935 પહેલા ઈરાનનું નામ ફારસ હતું. વર્ષ 1935માં અહીંની સરકારે તેમની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા દેશોને તેમના દેશને ઈરાન તરીકે સંબોધવા કહ્યું હતું.
9. સિયામ – થાઇલેન્ડ
સિયામનું નામ બદલીને વર્ષ 1939માં થાઈલેન્ડ કરવામાં આવ્યું હતું. તે સમયે ત્યાં રાજાશાહી હતી. સ્થાનિક ભાષામાં તેને Prathet Thai કહેવામાં આવે છે, જેનો અર્થ છે ‘મુક્ત લોકોનો દેશ’.
10. આઇરિશ મુક્ત રાજ્ય – આયર્લેન્ડ
આઇરિશ મુક્ત રાજ્યએ યુનાઇટેડ કિંગડમ સાથેના તમામ સંબંધો તોડવા માટે તેનું નામ બદલીને વર્ષ 1937માં આયર્લેન્ડ રાખ્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો