Kamala Harrisએ સેનેટર તરીકે આપ્યું રાજીનામું, કેલિફોર્નિયાના લોકોનો માન્યો આભાર
અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Kamala Harris)એ પોતાની સેનેટ સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેની બાદ તેમણે પોતાને કેલિફોર્નિયાની ગૌરવશાળી પુત્રી ગણાવ્યા હતા.
અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Kamala Harris)એ પોતાની સેનેટ સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેની બાદ તેમણે પોતાને કેલિફોર્નિયાની ગૌરવશાળી પુત્રી ગણાવ્યા હતા. તેમને સમર્થન આપવા બદલ અમેરિકાની સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યના લોકોનો આભાર માન્યો હતો. બુધવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પૂર્વે કમલા હેરિસે સેનેટ પરથી પોતાનું સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જેમાં અમેરિકાના સેનેટ તરીકેનો તેમનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે.
હેરિસે કેલિફોર્નિયાના અમેરિકાના સેનેટર તરીકે વર્ષ 2017થી 2021 સુધી સેવા આપી હતી. તે વર્ષ 2011થી 2017 સુધી કેલોફોર્નિયાના એટર્ની જનરલ રહ્યા હતા. હેરિસે પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે આ પ્રકારની ટીમ સાથે સેવા આપવી એક સન્માનજનક બાબત છે. જેને અથાક કામ કર્યા છે. તેમણે ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન કેલિફોર્નિયાના લોકોને અને દેશની સેવા માટેના યોગદાન પણ યાદ કર્યું હતું.
હેરિસે કહ્યું જે તેમણે ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન અમને કેટલાક એવા કાર્ય કર્યા છે કે જેના લીધે સેવા કરવાનું સન્માન આપ્યું હતું. હેરિસે કહ્યું જે તેમણે ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન અમને કેટલાક એવા કાર્ય કર્યા છે કે જેના લીધે સેવા કરવાનું સન્માન આપ્યું હતું. હેરિસે કહ્યું કે હું કાયમ માટે અલવિદા નથી કહી રહી. હવે તમારા ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારું અભિવાદન કરી રહી છું. તેમણે કહ્યું કે હું તમારા લોકોનો આભાર માનું છું. તમે મને કેલિફોર્નિયાની ગૌરવશાળી પુત્રી તરીકે મારા જન્મ સ્થળને પ્રતિનિધિત્વનું સન્માન આપ્યું . ધન્યવાદ
આ પણ વાંચો: IIM પાસઆઉટ અને ગૂગલ HR મેનેજરની ઓળખ બતાવીને 50 છોકરીઓ સાથે બનાવ્યો સંબંધ, પૈસા પણ ખંખેર્યા