IIM પાસઆઉટ અને ગૂગલ HR મેનેજરની ઓળખ બતાવીને 50 છોકરીઓ સાથે બનાવ્યો સંબંધ, પૈસા પણ ખંખેર્યા
50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી અને યૌન શોષણના આરોપમાં અમદાવાદ (Ahmedabad)માં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી અને યૌન શોષણના આરોપમાં અમદાવાદ (Ahmedabad)માં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police)ના સાયબર સેલ (Cyber Cell) મુજબ આરોપી વ્યક્તિની ઓળખ સંદિપ મિશ્રા ઉર્ફે વિહન શર્મા તરીકે થઈ છે, જે મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાને IIM અમદાવાદથી પોતે અભ્યાસ કરે છે અને પોતે ગૂગલના HR મેનેજર હોવાનો ઉલ્લેખ કરે છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ઘણી યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
એક મીડિયા રીપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે આરોપી વ્યક્તિ પાસેથી 30 સીમકાર્ડ, ચાર મોબાઈલ ફોન અને ચાર નકલી ઓળખ કાર્ડ પણ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સંદિપ મિશ્રાએ મેટ્રીમોનિયલ સાઈટ પર વિવિધ નામની અનેક પ્રોફાઈલ બનાવી રાખી હતી. જેમાંથી કેટલાક વિહાન શર્મા, પ્રિતિક શર્મા અને આકાશ શર્મા નામની પ્રોફાઈલ છે. પ્રારંભિક તપાસમાં પોલીસ સમક્ષ હકીકત બહાર આવી હતી કે મેટ્રીમોનિયલ સાઈટ પર તેની નકલી પ્રોફાઈલ બતાવે છે કે સંદીપની વાર્ષિક કમાણી રૂપિયા 40 લાખ છે. પોલીસે જણાવ્યું કે પહેલા તે યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને ત્યારબાદ તેણીના પૈસા લૂંટીને નાસી છૂટ્યો હતો. પોલીસે એમ પણ જણાવ્યું છે કે તેના મોબાઈલ ફોનમાં મળી આવેલા કેટલાક વીડિયોના આધારે તે છોકરીઓ સાથેના સંબંધોના વીડિયો રેકોર્ડ કરતો હતો.
પોલીસે જણાવ્યું કે સંદીપે IIM અમદાવાદની નકલી ડિગ્રી બનાવી રાખી છે. તેણે અમદાવાદ, ઉજ્જૈન, ગ્વાલિયર, ગોવા અને છત્તીસગઢ સહિતના અનેક રાજ્યોની યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આ કેસની તપાસ શરૂ કરી છે અને સંદીપના અન્ય કારનામાઓની પણ શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી: ભાજપ