જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પ, કેટલાક કેમ્પ પર તાલિબાનનું સીધું નિયંત્રણ, UNનો દાવો

|

May 30, 2022 | 3:57 PM

તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ અહેવાલ રજૂ કર્યો અને સુરક્ષા પરિષદના સભ્યોના ધ્યાન પર લાવવા માટે કાઉન્સિલનો દસ્તાવેજ બહાર પાડ્યો.

જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પ, કેટલાક કેમ્પ પર તાલિબાનનું સીધું નિયંત્રણ, UNનો દાવો
File Image

Follow us on

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી (Mumbai Attack) હુમલાના મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદની આગેવાની હેઠળના લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan) અમુક પ્રાંતોમાં તાલિમ કેમ્પ છે અને તેમાંથી કેટલાક પર તાલિબાનનું સીધું નિયંત્રણ છે. સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધો મોનિટરિંગ જૂથના 13માં અહેવાલમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ, એક દેવબંદી સંગઠન, જે વૈચારિક રીતે તાલિબાનની નજીક છે, તેના નાંગરહારમાં આઠ તાલીમ કેમ્પ છે, જેમાંથી 3 પર તાલિબાનનું સીધું નિયંત્રણ છે.

તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ અહેવાલ રજૂ કર્યો અને સુરક્ષા પરિષદના સભ્યોના ધ્યાન પર લાવવા માટે કાઉન્સિલનો દસ્તાવેજ બહાર પાડ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસૂર અઝહરના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદ વૈચારિક રીતે તાલિબાનની નજીક છે. કારી રમઝાન અફઘાનિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદનો નવો ચીફ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે મોનિટરિંગ ટીમના અગાઉના અહેવાલમાં લશ્કર-એ-તૈયબાએ તાલિબાનને નાણાકીય સહાય અને તાલીમ નિષ્ણાત તરીકે વર્ણવ્યું હતું. એક સભ્ય દેશ અનુસાર મૌલવી યુસુફ અફઘાનિસ્તાનમાં તેનું નેતૃત્વ કરી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે અન્ય સભ્ય દેશ અનુસાર ઓક્ટોબર 2021માં લશ્કરના અન્ય નેતા મૌલવી અસદુલ્લાહ તાલિબાનના નાયબ ગૃહ પ્રધાન નૂર જલીલને મળ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અહેવાલ મુજબ અન્ય સભ્ય દેશે કહ્યું કે આ ક્ષેત્રમાં અસરકારક સુરક્ષા પગલાં લેવામાં આવતાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની હાજરીના કોઈ પુરાવા નથી. 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ તાલિબાન પ્રતિબંધ સમિતિની વિશ્લેષણાત્મક સહાય અને પ્રતિબંધોની દેખરેખ ટીમ દ્વારા આ પ્રથમ અહેવાલ છે.

અફઘાનિસ્તાનમાં મોટાભાગના વિદેશી આતંકવાદીઓ ટીટીપીના છે

અહેવાલમાં જણાવાયું છે કે તાલિબાને એપ્રિલ 2022 સુધી અફઘાનિસ્તાન પર તેનું નિયંત્રણ કડક બનાવ્યું છે, યુએન દ્વારા પ્રતિબંધિત 41 વ્યક્તિઓને કેબિનેટ અને અન્ય વરિષ્ઠ હોદ્દાઓ પર નિયુક્ત કર્યા છે અને વફાદારી અને વરિષ્ઠતાને યોગ્યતા કરતાં પ્રાથમિકતા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સૌથી વધુ વિદેશી આતંકવાદીઓ તહરીક-એ તાલિબાન પાકિસ્તાન (TTP)ના છે, જેની સંખ્યા હજારો હોવાનો અંદાજ છે. અન્ય જૂથોમાં ઈસ્ટર્ન તુર્કીસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન, જૈશ-એ-મોહમ્મદ, જમાત અંસારુલ્લા અને લશ્કર-એ-તૈયબાનો સમાવેશ થાય છે, જેઓ ત્યાં સેંકડો આતંકવાદીઓ ધરાવે છે.

Next Article