G7 પહેલા ઈટલીની સંસદ બની “બોક્સિંગ રીંગ”,સાસંદોમાં બોલાચાલી બાદ થઈ હાથાપાઈ, જુઓ-Video
ઇટાલીના કેટલાક પ્રદેશોને સ્વાયત્તતા આપવાના બિલ પર સંસદમાં વિવાદ થયો હતો. આ બિલના સમર્થન અને વિરોધ કરનારા સાંસદો વચ્ચે ઝઘડો થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈટાલીના પુલિયામાં G-7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર તેઓ ગઈકાલે રાત્રે બે દિવસની મુલાકાતે ઈટાલી પહોંચ્યા હતા. જોકે G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા
બુધવારે સાંજે જ્યારે ફાઇવ સ્ટાર મુવમેન્ટના ડેપ્યુટી લિયોનાર્ડો ડોન્નો, ઇટાલિયન ધ્વજ પ્રદર્શિત કરતી વખતે કેટલાક વિસ્તારને સ્વાયત્તતા આપવા અંગેના બિલ મુદ્દે ઝઘડો થયો હતો. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સંસદમાં જ બાખડ્યાં હતા.
JUST IN: Fistfight erupts in Italian Parliament as tensions rise over expanding regional autonomy
Tensions in Italy’s lower house erupted into a fistfight, hospitalizing an opposition lawmaker, over a controversial proposal opponents say will further impoverish the south.
Video… pic.twitter.com/O7lyqxTZyj
— Simon Ateba (@simonateba) June 13, 2024
આ સમગ્ર ઘટના ફ્લાઇટ ડોનોના વિરોધને કારણે ઉદ્દભવી હતી. જે તે પ્રદેશોને વધુ સ્વાયત્તતા આપવાના પ્રસ્તાવના વિરોધ કરવા ઉતર્યા હતા. ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત, ડોનોને વ્હીલચેરમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઝંડો ના લેવાને લઈને થયો ઝઘડો
વીડિયોમાં જોઈ શકાય છે કે વિપક્ષી પાર્ટીના સાંસદ લિયોનાર્ડો ડોનો સરકારના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીને ઈટાલીનો ધ્વજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ડોનોએ ધ્વજ લેવાની ના પાડી અને પીછેહઠ કરી. આ દરમિયાન અન્ય સાંસદોની ભીડ એકઠી થઈ ગઈ અને થોડી જ વારમાં બંને પક્ષે લાતો અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ.
આમ, આ કોન્ફરન્સ દરમિયાન રશિયા, ચીન, યુક્રેન, ઈઝરાયેલ અને આફ્રિકા જેવા દેશોને લગતા મુદ્દાઓ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે