હવે દુશ્મનની ખેર નથી, ઈઝરાયેલ પોતાની સરહદે લેસર વોલ તૈયાર કરશે

સૌથી પહેલા ઇઝરાયેલના દક્ષિણ વિસ્તારના પ્રદેશમાં અને પછી અન્યત્ર કાર્યરત કરવામાં આવશે. ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે કહ્યું કે લેઝર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ લગાવ્યા પછી સમીકરણો ઘણા બદલાઈ જશે.

હવે દુશ્મનની ખેર નથી, ઈઝરાયેલ પોતાની સરહદે લેસર વોલ તૈયાર કરશે
laser wall (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 3:11 PM

ઈઝરાયેલ ( Israel) એક વર્ષમાં લેસર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ (Missile interception system) તૈયાર કરશે. આ જાણકારી ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે (Israel PM Naphtali Bennett) આપી છે. તેમણે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લેસર દિવાલ (laser wall) ઈઝરાયેલને મિસાઈલ, રોકેટ, ડ્રોન સહિત અન્ય ઘણા જોખમોથી બચાવશે. આ લેસર સિસ્ટમ બનાવનારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે 2024 સુધીમાં મિસાઈલને સરહદે તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ ઈઝરાયેલની સેનાએ તે પહેલા મિસાઈલની તૈનાતીનો આગ્રહ રાખ્યો હતો.

બેનેટે કહ્યું છે કે આ સિસ્ટમનું પહેલા પરીક્ષણ કરવામાં આવશે. પરિક્ષણ સફળ થયા પછી તેને કાર્યરત કરવામાં આવશે. સૌથી પહેલા ઇઝરાયેલના દક્ષિણ વિસ્તારના પ્રદેશમાં અને પછી અન્યત્ર કાર્યરત કરવામાં આવશે. તેમણે કહ્યું કે લેઝર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ લગાવ્યા પછી સમીકરણો ઘણા બદલાઈ જશે. અમારા વિરોધીઓને જંગી રોકાણની જરૂર પડશે જ્યારે અમારું કામ તેનાથી ઓછામાં થઈ જશે..

લેસર આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બેનેટે ધ્યાન દોર્યું હતું કે હાલમાં ઉપયોગમાં લેવાતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો આયર્ન ડોમ ખાતેના પ્રત્યેક ઇન્ટરસેપ્ટર માટે આશરે રૂ. 40 લાખનો ખર્ચ થાય છે અને અમારા તરફ આવનારા દરેક રોકેટને સામાન્ય રીતે એક કરતાં વધુ ઇન્ટરસેપ્ટરની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, જો કેટલાક હજાર રૂપિયા ખર્ચીને ઇલેક્ટ્રીક પલ્સ વડે મિસાઇલ અથવા રોકેટને તોડી પાડવું શક્ય હોય તો તે સારી વાત છે.

મિત્ર દેશોને ટેક્નોલોજી આપવામાં વાંધો નહીં

બેનેટે ઇઝરાયેલના સહયોગીઓને લેસર-આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ આપવાનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું છે કે આ લેસર સિસ્ટમ અમારા મિત્રોને મદદ કરી શકે છે, જેઓ ઈરાન અને તેના ગેરીલાઓ તરફથી ગંભીર ખતરો સર્જવા માટે સંવેદનશીલ છે.

તેણે ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે આ મિસાઈલ બેરુત અને ગાઝાથી પણ ઈરાન ઉપર છોડવામાં આવી શકે છે. ઈરાન જેટલું નબળું હશે, તેના લડવૈયાઓ તેનાથી પણ વધુ નબળા હશે. તેમણે વધુમાં કહ્યું કે એવી આશા છે કે ઈરાન અને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે વિયેનામાં ચાલી રહેલી પરમાણુ મંત્રણા કોઈપણ સમજૂતી વિના જ સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચોઃ

Canada : વેક્સિનેશન ફરજીયાત કરાતા ઓટાવામાં થયું વિરોધ પ્રદર્શન, નેશનલ વોર મેમોરિયલ પર કર્યો પેશાબ !

આ પણ વાંચોઃ

Earthquake in Indonesia: ભૂકંપના આચંકાથી ધ્રુજી ઉઠ્યું ઈન્ડોનેશિયા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">