એક પછી એક દુશ્મનને જહન્નમ પહોચાડતું ઈઝઝરાયેલ, હિઝબુલ્લાહના હાશેમ સફીદ્દીનને પણ ઉતાર્યો મોતને ઘાટ

નસરાલ્લાહ બાદ ઈઝરાયેલની સેનાએ હવે હિઝબુલ્લાહના નંબર ટુ ગણાતા લીડર હાશેમ સફીદ્દીનની પણ હત્યા કરી હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાત હાશેમ સફીદ્દીનના મોતના લગભગ ત્રણ સપ્તાહ બાદ કરવામાં આવી છે. અહેવાલ છે કે ગત 3-4 ઓક્ટોબરના રોજ બેરૂતમાં ઇઝરાયેલે કરેલા ભીષણ હુમલામાં હાશેમ સફીઉદ્દીનનું મૃત્યુ થયું છે.

એક પછી એક દુશ્મનને જહન્નમ પહોચાડતું ઈઝઝરાયેલ, હિઝબુલ્લાહના હાશેમ સફીદ્દીનને પણ ઉતાર્યો મોતને ઘાટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2024 | 1:45 PM

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સને વધુ એક મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ હાશેમ સફીદ્દીન ઓક્ટોબરની શરૂઆતમાં બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યો ગયો છે. હુમલાના 19 દિવસ બાદ ઈઝરાયેલે આ ખુલાસો કર્યો છે, હજુ સુધી હિઝબુલ્લા દ્વારા હાશેમ સફીદ્દીનના મોતના સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.

IDF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 4 ઓક્ટોબરે બેરુતના દહિયા વિસ્તારમાં હિઝબુલ્લાના ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે એ વાતની પુષ્ટિ કરી શકાય છે કે, લગભગ ત્રણ અઠવાડિયા પહેલા થયેલા આ હુમલામાં હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદના ચીફ હાશેમ સફીદ્દીન પણ માર્યા ગયા હતા.” હાશેમ સફીદ્દીન અને હિઝબુલ્લાના ગુપ્તચર વડા અલી હુસૈન હાજીમા સહિત ઓછામાં ઓછા 10થી વધુ હિઝબુલ્લા કમાન્ડર માર્યા ગયા છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

નેતન્યાહુએ આપી જાણકારી

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, હિઝબુલ્લાના નેતૃત્વને નિશાન બનાવવામાં ઈઝરાયેલ સેનાની સફળતા વિશે પહેલેથી જ માહિતી આપી હતી, પરંતુ સફેદ્દીનનું નામ લીધું ન હતું. નેતન્યાહુએ નિવેદનમાં કહ્યું હતું કે, “અમે લેબનોનમાં અમારા સતત હુમલાઓમાં હજારો આતંકવાદીઓને મારી નાખ્યા છે, જેમાં નસરાલ્લાહ અને નસરાલ્લાહ પછીના ક્રમાંકના નેતાઓનો પણ સમાવેશ થાય છે.”

કોણ હતો સફીદીન ?

સફીદ્દીન હિઝબુલ્લાહ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા છે, જે હિઝબુલ્લાહની સર્વોચ્ચ રાજકીય નિર્ણય લેતી સંસ્થા છે, અને થોડા વર્ષો પહેલા નસરાલ્લાહના અનુગામી તરીકે કથિત રીતે પસંદ કરવામાં આવ્યા હતા. સફીદ્દીન, નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો અને નસરાલ્લાહના પછીના નેતા તરીકે જોવામાં આવતો હતો.

ઇઝરાયેલ આતંકી નેતૃત્વને ખતમ કરવામાં વ્યસ્ત

“અમે નસરાલ્લાહ, તેના અનુગામીઓ અને હિઝબુલ્લાહના મોટા ભાગના વરિષ્ઠ નેતૃત્વ સુધી પહોંચી ગયા છીએ,” IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ નેતૃત્વને નિશાન બનાવવાના લશ્કરના ઉદ્દેશ્ય પર ભાર મૂકતા જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું, “આ ઓપરેશન્સ હિઝબુલ્લાહ તરફથી ચાલી રહેલા જોખમોને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યા છે.”

g clip-path="url(#clip0_868_265)">