ઇસ્લામિક સ્ટેટે ઇરાકના ઉત્તરમાં મખમૌર વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં 10 સૈનિક સહિત 13 લોકોના મોત થયા
Iraq: ઇસ્લામિક સ્ટેટ 2014 અને 2017ની વચ્ચે ઇરાકના લગભગ ત્રીજા ભાગ પર નિયંત્રણ કરે છે, જેમાં દૂરના મખમૌર પ્રદેશનો સમાવેશ થાય છે.
ઈરાક(Iraq)ના ઉત્તરીય વિસ્તારના એક ગામમાં ઈસ્લામિક સ્ટેટ (Islamic State) ના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ ગ્રામીણો અને 10 કુર્દિશ સૈનિકો(Kurdish soldiers) સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. ઈરાકના સ્વાયત્ત કુર્દિશ ક્ષેત્ર(Iraq’s autonomous Kurdish region) ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી.
આ હુમલો મખમૌર ક્ષેત્રમાં થયો હતો, જે ઇસ્લામિક સ્ટેટની પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આ વિસ્તાર વારંવાર કુર્દિશ દળો, ઇરાકી દળો અને ઘણીવાર નાગરિકો સામે હુમલાઓને આધિન છે.
ઇસ્લામિક સ્ટેટે હુમલા અંગે દાવો કર્યો નથી
મખમૌર એક પર્વતીય પ્રદેશ છે, જે મોસુલથી આશરે 70 કિમી દક્ષિણપૂર્વમાં અને કુર્દિશ રાજધાની એર્બિલથી 60 કિમી દક્ષિણપશ્ચિમમાં છે. કુર્દિસ્તાન ક્ષેત્રના સશસ્ત્ર દળોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ગામ પર હુમલો કર્યો, જેમાં ત્રણ રહેવાસીઓ માર્યા ગયા. જે બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં 10 જવાનો શહીદ થયા હતા. સશસ્ત્ર દળોએ આ અંગે વધુ વિગતો આપી નથી. ઈસ્લામિક સ્ટેટે હજુ સુધી આ હુમલા અંગે કોઈ દાવો કર્યો નથી.
2017માં ઈસ્લામિક સ્ટેટનો પરાજય થયો હતો
ઇસ્લામિક સ્ટેટ 2014 અને 2017ની વચ્ચે ઇરાકના લગભગ ત્રીજા ભાગને નિયંત્રિત કર્યુ. જેમાં દૂરના મખમૌર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈસ્લામિક સ્ટેટે મોસુલ સહિતના મોટા શહેરો પર પણ કબજો જમાવ્યો હતો. યુએસની આગેવાની હેઠળના દળો, ઇરાકી અને કુર્દિશ સૈનિકો અને ઈરાન સમર્થિત શિયા મિલિશિયાએ એક ગઠબંધનની રચના કરી જેણે 2017 માં સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી જૂથને હરાવ્યું. પરંતુ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ઉત્તર ઈરાક અને ઉત્તરપૂર્વ સીરિયાના વિસ્તારોમાં હજુ પણ સક્રિય છે. પશ્ચિમી લશ્કરી અધિકારીઓનું કહેવું છે કે ઇરાક અને સીરિયામાં ઓછામાં ઓછા 10,000 ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓ હજુ પણ છે.
ગયા મહિને પણ હુમલો કર્યો હતો
ઇસ્લામિક સ્ટેટે ગયા મહિને પણ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં પાંચ ઇરાકી કુર્દિશ દળો માર્યા ગયા હતા. આ હુમલામાં ચાર જવાન ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓ દ્વારા રોડસાઇડ બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલો સુલેમાનીયાહમાં કરવામાં આવ્યો હતો. આ હુમલાએ ફરી એકવાર છતુ કર્યું કે ઇસ્લામિક સ્ટેટ કેટલું ખતરનાક છે અને તેના લડવૈયાઓ હજુ પણ ઇરાકના સ્વાયત્ત કુર્દીસ્તાન ક્ષેત્રને કેવી રીતે ધમકી આપે છે.
આ પણ વાંચો : Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન
આ પણ વાંચો : આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ