AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાને હોર્મુઝમાં યુએઈએના તેલ ટેન્કરો પર ફેંકી ક્રૂઝ મિસાઈલો, હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત, 8 ઘાયલ

યુએઈએ પુષ્ટિ કરી છે કે ઈરાને હોર્મુઝમાં યુએઈના જહાજો પર મિસાઈલ છોડ્યા. આ હુમલામાં એક ભારતીયનું મોત થયું છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. જેમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલા બાદ બંને જહાજોને આગ લાગી હતી. યુએઈએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું.

ઈરાને હોર્મુઝમાં યુએઈએના તેલ ટેન્કરો પર ફેંકી ક્રૂઝ મિસાઈલો, હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત, 8 ઘાયલ
Iran Hormuz UAE Cruise Missile AttackImage Credit source: AI Generated
| Updated on: Jul 14, 2026 | 7:44 AM
Share

ઈરાને સોમવાર 13 જુલાઈના રોજ રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના બે ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા. ઈરાની ક્રુઝ મિસાઈલ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું અને ક્રૂના આઠ અન્ય સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે.

યુએઈએના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ઓમાનની સમુદ્રી સીમાની અંદર હોર્મુઝ જળમાર્ગની દક્ષિણ શિપિંગ લેનમાંથી પસાર થઈ રહેલા ‘મોમ્બાસા’ અને ‘અલ બહિયા’ નામના તેલ ટેન્કરો પર ઈરાને બે ક્રૂઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો.

મોમ્બાસા ટેન્કરમાં સવાર એક ભારતીયનું થયું મોત

મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા છે. આગને કારણે બંને જહાજોને નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવામાં આવ્યું છે. યુએઈએ આ હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને દેશને યોગ્ય જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર સુરક્ષિત છે.

ઈરાનના હુમલાની સખત કરી નિંદા

યુએઈએના વિદેશ મંત્રાલય (MoFA) એ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના જળમાર્ગમાં મોમ્બાસા અને અલ બાહિયા નામના તેલ ટેન્કરો પર બે ક્રુઝ મિસાઇલોથી ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. MoFAએ હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુ બદલ ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મંત્રાલયે ભાર મૂક્યો છે કે આ હુમલો યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2817નું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તમામ દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ફરીથી ખોલવાની માંગ કરી છે.

હોર્મુઝ જળમાર્ગને બિનશરતી ફરીથી ખોલવાની માંગ

યુએઈએ જણાવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક અર્થતંત્ર અને વેપારની સ્થિરતા જાળવવા માટે ઈરાને આ બિનઉશ્કેરણીજનક હુમલાઓ બંધ કરવા જોઈએ. તમામ દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. કોઈપણ શરત વિના હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવું જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. તેના જવાબમાં અમેરિકાએ ઈરાનમાં 140 સ્થળો પર જવાબી હુમલા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમેરિકા ફરીથી સમુદ્રી નાકાબંધી કરશે શરૂ?

યુએસએ એ પણ જાહેરાત કરી છે કે તે આજે સાંજથી ઈરાની બંદરો પર અને ત્યાંથી આવનારા અને ત્યાંથી જતાં સમુદ્રી જહાજોની નાકાબંધી ફરી શરૂ કરશે. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળ નાકાબંધી ખાસ કરીને ઈરાનને લક્ષ્ય બનાવશે. જ્યારે અન્ય દેશોના જહાજોને વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપશે. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે નાકાબંધી ફક્ત ઈરાન અને તેહરાન સાથે વેપાર કરતા લોકો પર લાગુ થશે.

આ પણ વાંચો, Breaking News : દર્દીને ચઢાવાઈ એક્સપાયરી વાળી ગ્લુકોઝ બોટલ, બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

Follow Us
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી
સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી
g clip-path="url(#clip0_868_265)">