AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Men’s Day 2021: ભારતમાં 2007થી ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, વિશ્વના 80 દેશ મનાવે છે પુરૂષ દિવસ

આ દિવસ મુખ્યત્વે પુરુષોને ભેદભાવ, શોષણ, જુલમ, હિંસા અને અસમાનતાથી બચાવવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 80 દેશોમાં ઉજવવામાં આવે છે અને તેને યુનેસ્કો દ્વારા પણ સમર્થન મળ્યુ છે.

International Men’s Day 2021: ભારતમાં 2007થી ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, વિશ્વના 80 દેશ મનાવે છે પુરૂષ દિવસ
International Men's Day 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:19 AM
Share

International Men’s Day 2021: વિશ્વમાં ઉજવાતા મહિલા દિવસની (Women’s Day) જેમ, આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ (International Men’s Day) દર વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે પુરુષોને ભેદભાવ, શોષણ, જુલમ, હિંસા અને અસમાનતાથી બચાવવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ વિશ્વના 80 દેશોમાં ઉજવવામાં આવે છે અને તેને યુનેસ્કો (UNESCO) દ્વારા પણ સમર્થન પ્રાપ્ત થયેલ છે. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી પાછળના મુખ્ય ઉદ્દેશ્યો પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય, પુરૂષત્વના હકારાત્મક ગુણોની કદર, લિંગ સમાનતા વગેરે છે. 19 નવેમ્બર 2007ના રોજ ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ક્યારથી મનાવાય છે પુરૂષ દિવસ ? 1923માં કેટલાક પુરુષોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જેમ જ 23 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે ઉજવવાની માંગ કરી હતી. આ પછી, 1968 માં, અમેરિકન પત્રકાર જ્હોન પી. હેરિસે એક લેખ લખીને કહ્યું કે સિસ્ટમમાં સંતુલનનો અભાવ છે. આ સિસ્ટમ મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે પરંતુ તે પુરુષો માટે કોઈપણ પ્રકારનો દિવસ ઉજવતી નથી. આ પછી, 19 નવેમ્બર 1999 ના રોજ, ત્રિનિદાદ અને ટોબેગોના (Trinidad and Tobago) લોકોએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરી. ડો.જેરોમ તિલક સિંહે પુરૂષોના યોગદાનને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. ત્યારથી, 19 નવેમ્બરના રોજ તેમના પિતાના જન્મદિવસ પર સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કેમ મનાવાય છે પુરૂષ દિવસ ? આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ મુખ્યત્વે પુરુષો અને છોકરાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા, લિંગ સંબંધોમાં સુધારો કરવા, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને પુરૂષ રોલ મોડલને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે. ઈન્ટરનેશનલ મેન્સ ડેની વેબસાઈટ અનુસાર, વિશ્વમાં મહિલાઓ કરતાં પુરુષો ત્રણ ગણા વધુ આત્મહત્યા કરે છે. 3માંથી એક પુરુષ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. પુરુષો સ્ત્રીઓ કરતાં 4 થી 5 વર્ષ વહેલા મૃત્યુ પામે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને હ્રદયરોગ થવાની શક્યતા બમણી હોય છે. મેન્સ ડે પુરુષોની ઓળખના સકારાત્મક પાસાઓ પર કામ કરે છે.

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર, જેમણે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તે મહત્વપૂર્ણ માણસ પિતા, ભાઈ, મિત્ર, પતિ, કોઈપણ હોઈ શકે છે. આ માટે આપણે તેમને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસે શુભેચ્છાઓ મોકલીને તેમને વિશેષ અનુભવ કરાવવો પડશે અને તેમને અહેસાસ કરાવવો પડશે કે તેઓ આપણા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

આ પણ વાંચોઃ

Uttar Pradesh: PM Narendra Modi આજે ફરીથી યૂપીની મુલાકાતે, બુંદેલખંડમાં સૈનિકો અને ખેડૂતોને આપશે ભેંટ 

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">