ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી માઉંટ મેરાપી (Blast in Indonesia Mount Merapi Volcano) માં વિસ્ફોટ થવાના કારણે જાવાની મોટી વસ્તી ધરાવતા દ્વીપ પર ચારો તરફ ધુમાડા અને રાખના વાદળો જોવા મળી રહ્યા છે. થોડા સમય બાદ સંબંધિત ઢાળ પરથી લાવા પડવા લાગ્યો અને ગેસનો રિસાવ પણ થવા લાગ્યો. યોગ્યાકર્તાના જ્વાળામુખી તેમજ ભૂવૈજ્ઞાનિક કેન્દ્રના પ્રમુખ હાનિક હુમૈદાએ જણાવ્યુ કે, માઉન્ટ મેરાપીમાં રવિવાર સવારથી લઇને હમણા સુધીમાં 7 વાર રાખના બલૂન ઉઠ્યા છે.
આ સિવાય ઢાળ, કાટમાળ, લાવા અને ગેસના મિશ્રણવાળા પાઇરોક્લાસ્ટિક્સ પદાર્થ પણ જ્વાળામુખીમાંથી નીકળવા લાગ્યા. જ્વાળામુખી ફાટવાના કારણે ગટગડાટનો અવાજ પણ આવી રહ્યો હતો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. એક રિપોર્ટ પ્રમાણે માઉંટ મેરાપી પર્વત પર હાલ કેટલાક સમયથી જ્વાળામુખીઓ સક્રિય થઇ રહ્યા છે.
પાંચ કિલોમીટર દૂર રહેવાની સલાહ
માઉંટ મેરાપીની ઢાળ પર રહેતા લોકોને પાંચ કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. મેરાપીમાં 2010 દરમિયાન જ્વાળામુખીમાં થયેલા બ્લાસ્ટમાં 347 લોકોના મોત થયા હતા. જ્વાળામુખીમાં વિસ્ફોટને કારણે રાખનો બલૂન આકાશમાં એક હજાર મીટરની ઉંચાઇ સુધી ગયો અને આસપાસનો ત્રણ કિલોમીટરનો વિસ્તાર ધુમાડાથી ભરાઇ ગયો. માઉંટ મેરાપી ઇન્ડોનેશિયામાં 120 થી વધુ સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે.
આઇસલેન્ડમાં પણ ફાટી હતી જ્વાળામુખી
લગભગ 2 મહિના પહેલા આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યુ હતુ. તે રાજધાની રેક્યાવીકથી 40 કિમી દૂર સ્થિત છે. જ્વાળામુખી બાદની સ્થિતીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીં આવા લાગ્યા હતા. આ દેશ દે ઝોનમાં સ્થિત છે ત્યાં બે મહાદ્વીપીય પ્લેટ્સ એક બીજાથી દૂર જતી હોય છે. તેમાંથી એક ઉત્તર પ્લેટ છે જે અમેરીકાને યુરોપથી દૂર ખેંચે છે.
આ પણ વાંચો – PM મોદી સોમવારે UNSCની હાઇ લેવલ ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે, તમામ દેશો દરિયાઈ સુરક્ષા પર વિચાર કરશે
આ પણ વાંચો – ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે