Breaking News: વેનેઝુએલા મુદ્દે ભારતે આપી પ્રથમ પ્રતિક્રિયા, સંવાદ અને વાતચીતથી ઉકેલ લાવવાનુ કર્યુ સમર્થન
અમેરિકા દ્વારા વેનેઝુએલા વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહી પર બધા દેશો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં ભારતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ સમયે પરિસ્થિતિ ચિંતાજનક છે.

વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેના તણાવ અંગે ભારતે પોતાનું પહેલું રિએક્શન આપ્યું છે. ભારતે જણાવ્યું છે કે, વેનેઝુએલાની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, તે અમેરિકન ફોર્સ દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદની પરિસ્થિતિ પર તે નજીકથી નજર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત વેનેઝુએલાના લોકોની સલામતી અને સુખાકારીને સમર્થન આપે છે તેમજ તમામ પક્ષોને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરે છે, જેથી શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.
‘ભારતીય દૂતાવાસ’ ભારતીયોના સંપર્કમાં
કારાકાસમાં ‘ભારતીય દૂતાવાસ’ ત્યાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને વર્તમાન પરિસ્થિતિમાં તેમને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડવા તૈયાર છે. વેનેઝુએલામાં રહેતા ભારતીયો માટે ભારત દ્વારા જારી કરાયેલી સલાહ બાદ આ પહેલી વાર છે, જ્યારે ભારતે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, કારાકાસમાં ‘ભારતીય દૂતાવાસ’ ત્યાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે.
યુએસ લશ્કરી કાર્યવાહી ક્યારે કરવામાં આવી?
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ હાલમાં યુએસ કસ્ટડીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ 3 જાન્યુઆરીના રોજ કારાકાસમાં યુએસ લશ્કરી કાર્યવાહી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
માદુરો અને તેમની પત્નીને ન્યૂ યોર્કના ન્યુબર્ગમાં સ્ટુઅર્ટ એર નેશનલ ગાર્ડ બેઝમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેઓને હાલમાં બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને આવતા અઠવાડિયે મેનહટનની ફેડરલ કોર્ટમાં હાજર થવાની અપેક્ષા છે.
માદુરો પર ઘણા આરોપો
માદુરો પર વર્ષ 2020 માં યુએસમાં નાર્કો-ટેરરિઝમના આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપમાં કાર્ટેલ ડે લોસ સોલ્સનું નેતૃત્વ અને FARC સાથે સહયોગમાં કોકેઈનની હેરફેર તેમજ હથિયારો સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.
