યુક્રેનમાં ઘાયલ ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, કહ્યું- ભારત સરકાર મને વધુ સારવારમાં મદદ કરે
હરજોત સિંહના પિતા કેસર સિંહે કહ્યું, 'સૌથી પહેલા મારો પુત્ર સ્વસ્થ થવાની કોશિશ કરશે અને ત્યાર બાદ તે વિચારશે કે તેણે શું કરવું છે. કોઈ દેશ સારો કે ખરાબ નથી હોતો, તે બે અહંકાર વચ્ચેની લડાઈ છે અને દેશો વચ્ચેની લડાઈ નથી. જો તેને ફરી તક મળશે તો તે અભ્યાસ માટે ચોક્કસપણે યુક્રેન જશે.
Harjot Singh : રશિયન હુમલામાં યુક્રેન (Ukraine)માં ઘાયલ ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને (Indian student Harjot Singh) દિલ્હીની આર્મી હોસ્પિટલ (Army hospital)માંથી રજા આપવામાં આવી છે. વિદ્યાર્થીએ કહ્યું કે, ‘ડોક્ટરે મારી સારવાર કરતા કહ્યું હતુ કે મારા હાથ-પગની સારવાર લગભગ એક વર્ષ સુધી ચાલશે. મારી આર્થિક સ્થિતિ સારી નથી, મારા પિતા નિવૃત્ત થયા છે. હું ઈચ્છું છું કે ભારત સરકાર મને વધુ સારવારમાં મદદ કરે. હરજોત સિંહ (Harjot Singh)ના પિતા કેસર સિંહે કહ્યું, ‘સૌથી પહેલા મારો પુત્ર સ્વસ્થ થવાની કોશિશ કરશે અને તે પછી તે વિચારશે કે તેણે શું કરવું છે. કોઈ દેશ સારો કે ખરાબ નથી હોતો, તે બે અહંકાર વચ્ચેની લડાઈ છે અને દેશો વચ્ચેની લડાઈ નથી. જો તેને ફરી તક મળશે તો તે અભ્યાસ માટે ચોક્કસપણે યુક્રેન જશે.
તમને જણાવી દઈએ કે કિવથી નીકળતી વખતે હરજોત સિંહને ચાર ગોળી વાગી હતી. ગયા મહિને, 27 ફેબ્રુઆરીએ, હરજોત તેના બે મિત્રો સાથે પશ્ચિમ લિવિવ શહેર માટે કેબમાં સવાર હતો. આ દરમિયાન તેને ગોળી વાગી હતી.
મારે જીવવું છે…મને યુક્રેનમાંથી બહાર કાઢો
“Firstly my son will try to recover and after that, he’ll think about what is to be done. No country is good or bad, it is a fight between two egos and not a fight between countries. If he gets a chance again, he’ll definitely go to Ukraine for studies: Kesar Singh, father pic.twitter.com/ACQ7jIijhJ
— ANI (@ANI) March 29, 2022
પોતાના પર થયેલા હુમલાની માહિતી આપતા હરજોત સિંહે કહ્યું હતું કે, ‘અમે ત્રણ લોકોએ સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે કેબ બુક કરી હતી. બે ચેક પોઈન્ટ પછી અમે ત્રીજા ચેક પોઈન્ટ તરફ આગળ વધ્યા તો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ અમને રોક્યા. તેણે કહ્યું હતું કે અહીં સ્થિતિ ખરાબ છે, તમે કાલે આવજો. આ પછી અમે પાછા આવી રહ્યા હતા, આ દરમિયાન કિવ શહેરમાં કારમાં અમારા પર ફાયરિંગ શરૂ થયું. મને ગોળી વાગી હતી અને હું બેહોશ થઈ ગયો હતો અને તે પછી હું બીજા દિવસે હોસ્પિટલમાં જ ભાનમાં આવ્યો હતો.
ભગવાને મને બીજું જીવન આપ્યું છે, હું તેને જીવવા માંગુ છું. હું દૂતાવાસને વિનંતી કરું છું કે મને અહીંથી બહાર કાઢો, મને વ્હીલચેર જેવી સુવિધાઓ પ્રદાન કરો, મને દસ્તાવેજોમાં મદદ કરો. તમને જણાવી દઈએ કે, હરજોતને ‘ઓપરેશન ગંગા’ હેઠળ ઘરે પરત લાવવામાં આવ્યો હતો. હરજોત પહેલા, 1 માર્ચે, કર્ણાટકના એક વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું યુક્રેનિયન શહેર ખાર્કિવમાં ગોળીબારમાં મોત થયું હતું.
આ પણ વાંચો : આસામ-મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જૂનો સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર