Pakistan Navy Operation : અરબી સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજની વ્હારે પાકિસ્તાની નેવી, 9 ભારતીયને બચાવ્યા, એકનું મોત

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો.

Pakistan Navy Operation : અરબી સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજની વ્હારે પાકિસ્તાની નેવી, 9 ભારતીયને બચાવ્યા, એકનું મોત
Arabian Sea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 7:35 AM

World news : પાકિસ્તાન નૌકાદળે (Pakistan navy) અરબી સમુદ્રમાં ડુબતા જહાજના નવ ભારતીય ક્રૂ સભ્યોને (Crew Member)  બચાવ્યા હતા. પાકિસ્તાન નેવીના ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 9 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના તટીય શહેર ગ્વાદર પાસે બની હતી, જ્યારે ભારતીય જહાજ (indian Boat)  ‘જમના સાગર’ ડૂબી ગયું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર સવાર હતા.

નૌકાદળના જહાજને ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો

માહિતી મુજબ નૌકાદળને જહાજ વિશે માહિતી મળી, જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે (pakistan maritime information center) નજીકના જહાજ એમટી ક્રુઇબેકેને ભારતીય જહાજના ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા અપીલ કરવામાં આવી. જેથી પાકિસ્તાન (Pakistan)  નૌકાદળે નવ ક્રૂ સભ્યોને બચાવ્યા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો.

શ્રીલંકાએ પાકિસ્તાની યુદ્ધ જહાજને કોલંબોમાં રોકવાની મંજૂરી આપી

બીજી તરફ શ્રીલંકાએ (Srilanka) ચીન નિર્મિત પાકિસ્તાન યુદ્ધ જહાજ પીએનએસ તૈમૂરને કોલંબોમાં રહેવાની મંજૂરી આપી છે. શ્રીલંકાએ પાકિસ્તાની જહાજને આ પરવાનગી બાંગ્લાદેશ સરકારે ચિત્તાગોંગ બંદર પર રોકવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી આપી હતી. પાકિસ્તાન નેવીમાં 15 ઓગસ્ટ સુધીમાં આ યુદ્ધ જહાજ સામેલ થશે.તમને જણાવી દઈએ કે,યુદ્ધ જહાજ શાંઘાઈથી કરાચીની સફર દરમિયાન 7 થી 10 ઓગસ્ટ સુધી ચિત્તાગોંગ બંદરની બહાર લંગરવાનું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે પીએનએસ તૈમૂરને રહેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો,કારણ કે ઓગસ્ટ એ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) માટે શોકનો મહિનો છે. તેમના પિતા શેખ મુજીબ-ઉર-રહેમાનની 15 ઓગસ્ટ, 1975ના રોજ હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શ્રીલંકાના બંદર પર ચાઇનીઝ નિર્મિત પાકિસ્તાની યુદ્ધ જહાજનું સ્ટોપેજ એ પછી આવ્યું છે જ્યારે કોલંબોએ તાજેતરમાં બેઇજિંગને વ્યૂહાત્મક હમ્બનટોટા બંદર પર ચીનના સંશોધન જહાજની મુલાકાત મુલતવી રાખવા વિનંતી કરી હતી, જે બાદ ભારતે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીલંકાની સરકારની પરવાનગી બાદ લેસર ગાઈડેડ મિસાઈલથી સજ્જ યુદ્ધ જહાજ હવે કોલંબો બંદર પર લાંગરવામાં આવ્યું છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">