વિદેશમાં આ ભારતીયને લાગી 20 કરોડની લોટરી, પણ વ્યક્તિ અચાનક જ થઇ ગયો ગાયબ ! પરિવાર ચિંતીત

TV9 GUJARATI

|

Updated on: Oct 05, 2021 | 2:07 PM

જોવાની વાત તો એ છે કે બીજું ઇનામ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય પ્રવાસી એન્જેલો ફર્નાન્ડિસે (Angelo Fernandes) જીત્યા છે. તેમણે 25 સપ્ટેમ્બરે ખરીદેલી ટિકિટ નંબર 000176 પર જીત મેળવી છે.

વિદેશમાં આ ભારતીયને લાગી 20 કરોડની લોટરી, પણ વ્યક્તિ અચાનક જ થઇ ગયો ગાયબ ! પરિવાર ચિંતીત
Indian Citizen wins 20 crore lottery in UAE but goes missing

Follow us on

કેરળના રહેવાસી નહીલ નિઝામુદ્દીને UAE માં 20 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ લોટરી જીત્યા બાદથી જ તેનો કોઇ સંપર્ક નથી થઇ રહ્યો. તેના પરિવારજન સતત તેને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેના ફોન પર ઇનકમિંગની સુવિધા બંધ હોવાનો મેસેજ તેમને મળી રહ્યો છે જેનાથી તેમનો પરિવાર હાલ ચિંતામાં ગરકાવ છે. આ સિવાય તેમનો એક અન્ય નંબર પણ પહોંચની બહાર બતાવી રહ્યો છે.

યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં આ પ્રકારની લોટરી યોજાતી હોય છે. જ્યારે લોટરીની રકમ લેવા માટે નહીલ ન પહોંચ્યો ત્યારે અધિકારીઓએ પણ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. જ્યારથી તેને લોટરી લાગી છે ત્યારથી કોઇ તેનો સંપર્ક નથી સાધી શક્યુ

દર મહિને યોજાનારી Big Ticket Abu Dhabi શ્રેણીની 232 મી ડ્રોમાં, ભારતીય નહીલ નિઝામુદ્દીને 20 કરોડનું બમ્પર ઇનામ જીત્યું. ડ્રો રવિવારે યોજાયો હતો, જેમાં નેલે 26 સપ્ટેમ્બરે ખરીદેલી ટિકિટ પર ઇનામ જીત્યું હતું, તેનો નંબર 278109 હતો.

જોવાની વાત તો એ છે કે બીજું ઇનામ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય પ્રવાસી એન્જેલો ફર્નાન્ડિસે (Angelo Fernandes) જીત્યું છે. તેમણે 25 સપ્ટેમ્બરે ખરીદેલી ટિકિટ નંબર 000176 પર જીત મેળવી છે.

અગાઉ પણ દુબઈમાં રહેતા એક ભારતીય પ્રવાસીએ દુબઈના મહઝૂઝ મિલિયોનેર ડ્રોમાં ભાગ લીધો હતો. આ નિર્ણયથી તે રાતોરાત કરોડપતિ બની ગયો. જોવાની વાત તો એ છે કે તેમણે છેલ્લી ઘડીએ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. દુબઈના વતની મીરે વિજેતાના નામની જાહેરાતના માત્ર પાંચ કલાક પહેલા જ તેમાં ભાગ લીધો હતો. મીર આ વર્ષે માત્ર ડ્રોના 15 માં કરોડપતિ બન્યા છે. ઇનામ જીતનાર મીરે જણાવ્યુ હતુ કે મને આશા જ નતી કે મને લોટરી લાગશે આજ કારણ છે કે મે લોટરીની જાહેરાત બાદ નંબર પણ ચેક નતો કર્યો.

આ પણ વાંચો –

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે કેવી રીતે FPO દ્વારા ખેડૂતોની આવક બમણી-ત્રણ ગણી થઈ

આ પણ વાંચો –

Lakhimpur Violence: હિંસામાં માર્યા ગયેલા 4 ખેડૂતો સહિત 8 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ઈજા અને હેમરેજને કારણે મૃત્યુ થયું

આ પણ વાંચો –

પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસાને લઈ પર પીએમ મોદીને કર્યા સવાલ, ખેડૂતોને કચડી નાખતા વીડિયો બતાવ્યો

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati