Indian American: પરદેશમાં વસીને ભારત દેશનું નામ રોશન કરનારી 24 સફળ મહિલાઓનું USAમાં સન્માન
સફળતાને સન્માનવા માટે USAમાં 18 તારીખે 24 સફળ ભારતીય મહિલાઓ(Indian Origin Women)નું સન્માન કરવામાં આવશે
Indian American: ભારતીયો(Indians) માટે એમ કહેવાય કે જ્યાં પણ વસે કે જ્યાં પણ બિઝનેસ(Business) કરતા હોય છે ત્યાં દેશનું નામ હંમેશા ઉંચુ રાખે છે. આવી જ સફળતાને સન્માનવા માટે USAમાં 18 તારીખે 24 સફળ ભારતીય મહિલાઓ(Indian Origin Women)નું સન્માન કરવામાં આવશે. આ એ બિઝનેસ સાહસિક (Women Entrepreneur) સાથે ઉધ્યમી મહિલાઓ છે કે જેમણે પોતે શરૂ કરેલા સાહસમાં વિદેશમાં પણ તેમણે મોટુ નામ કર્યું છે. તેમની આ જ સિદ્ધીને એટલે જ સન્માનવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં step2stepUp Incના ચેરમેન વાસુ પવાર (CEO અને Founder), પરિમલ સાવ (કો-કન્વીનર), યોગી પટેલ (કો-કન્વીનર) હાજરી આપશે.

24 મહિલા સાહસિકોને સન્માનવાનાં પ્રસંગે ભારતીય કોન્સ્યુલેટ જનરલ હાજરી આપશે. આ સિવાય સીટી રિવર સાઈડ એરીયાનાં મેયર પેટ્રીસિયા ડ્રોસન અને કોન્ગ્રેસ મેન માર્ક ટકાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે. Tribute to 24 Women નામનાં આ કાર્યક્રમમાં પસંદ કરવામાં આવેલી મહિલામાં સ્મિતા વસંત, ઐશ્વર્યા નીધિ, મોનાલીસા ખડકે, રાધિકા શાહ, આરતી માણેક, ચારૂ શિવાકુમારન, હિના નૂર, ડો. મનોરમા ગુપ્તા, રાની કુસ્તો, ડો. સિંદુરી જઈસિંગે, રોઝ મુરલીક્રિશ્નન , ડોલી ઓઝા, રૂહી હાક, શ્રીના કુરાની, મિશેલ મહેતા, પાર્વતી કોટા, બલજીત કૌર, ડો.વર્ષિની મુરલીક્રિશ્નન, જયા હેમનાની, પાયલ સોવહની, સાતી પરસૌદનો સમાવેશ થાય છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ