USને ભારતે બરાબરનો પાઠ ભણાવ્યો, ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અમેરિકા પાસેથી F-35 જેટ નહીં ખરીદે
ટેરિફના બહાને અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું છે. તે દબાવ નાંખી રહ્યું છે અને અત્યારસુધી એવા અનેક નિવેદન આપી ચૂક્યા છે કે, જેનાથી બંન્ને દેશોના સંબંધોમાં ખટ્ટાશ ઉભી થઈ રહી છે. ટ્રમ્પ ભારત પર વિમાન F-35 જેટ ખરીદવાનો દબાણ નાંખી રહ્યું છે. પરંતુ ભારતે કોઈ ભાવ આપી રહ્યું નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા 25 ટકા ટેરિફની જાહેરાત બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. સંસદમાંથી અમેરિકાને એક કડક સંદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, ભારત હવે ફાઇટર જેટ F-35 અંગે અમેરિકાને પાઠ ભણાવવામાં લાગ્યું છે. ભારત સરકારે F-35 ખરીદવા અંગે સત્તાવાર રીતે કોઈ ચર્ચા પણ શરૂ કરી નથી.અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ એફ 35 માટે ભારત પર દબાવ નાંખી રહ્યું છે પરંતુ એફ 35ની ખામીઓના કારણે ખરીદવામાં રસ નથી. એફ 35ની તુલનામાં અન્ય સારા વિકલ્પો છે. ટ્રમ્પના ટેરિફની પાછળ ભારત પર હથિયાર ખરીદવા દબાણ નાંખી રહ્યું છે. ટ્રમ્પે અપ્રત્યક્ષ રીતે ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે એફ 35 અને બીજા અમેરિકી હથિયાર ખરીદવા જોઈએ નહીંતર અમેરિકા પાકિસ્તાનને ટેકો આપશે.
રાષ્ટ્રહિત માટે દરેક જરુરી પગલા લેશે
કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે ગુરુવારના સાંસદ થી અમેરિકાને એક મોટો મેસેજ આપ્યો છે.તેમણે લોકસભામાં કહ્યું રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરો અને આગળ વધવા માટે તમામ આવશ્યક પગલા ભરવામાં આવશે. ગોયલેએ પણ કહ્યું કે, મોદી સરકાર ખેડૂત,કામદારો, ઉદ્યોગસાહસિકો, નિકાસકારો, MSME અને ઉદ્યોગના તમામ હિસ્સેદારોના રક્ષણ અને પ્રોત્સાહનને ખૂબ મહત્વ આપે છે.
‘સોદાબાજીની વ્યૂહરચના’
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે 25 ટકા ટેરિફ અને દંડ પર કહ્યું કે વેપાર કરાર પર ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે તે ફક્ત સોદાબાજીની રણનીતિ હોઈ શકે છે. થરૂરે કહ્યું કે, જો સારો સોદો શક્ય ન બને, તો આપણે પાછળ હટવું પડી શકે છે. થરૂરે અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યું કે, તે તેલના ભંડાર વિકસાવવા માટે પાકિસ્તાન સાથે કામ કરવા જઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં તેલ શોધવા માટે તેમને શુભકામનાઓ પાઠવે છે.
તેમણે કહ્યું આ માત્ર સોદાબાજીની રણનીતિ હોય શકે કારણ કે, તમે જાણો છો કે, વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ છે. જો કોઈ વેપાર સોદો નહીં થાય, તો તે ચોક્કસપણે આપણી નિકાસને નુકસાન પહોંચાડશે કારણ કે અમેરિકા આપણા માટે ખૂબ મોટું બજાર છે.
ટ્રમ્પે શું કહ્યું હતું?
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું બધું યોગ્ય નથી. તેથી જ ભારતે રશિયા પાસેથી ખરીદી કરવા બદલ 25 ટકા ડ્યુટી અને દંડ ચૂકવવો પડશે.તેમણે કહ્યું, ભારત અમારો મિત્ર છે, પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોમાં તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
તેમણે કહ્યું કે, આ સિવાય ભારતે રશિયા પાસેથીતેના લશ્કરી સાધનો અને ઉર્જા ઉત્પાદનો ખરીદ્યા છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત, જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યા બંધ કરે.ટ્રમ્પે ભારત અને રશિયાના ગાઢ સંબંધો માટે હુમલો કર્યો અને કહ્યું કે બંને દેશો તેમની મૃત અર્થવ્યવસ્થાને સાથે મળીને ખાડામાં લઈ જઈ શકે છે. તેમણે કહ્યું, મને કોઈ પરવા નથી કે ભારત રશિયા સાથે શું કરે છે.
