PM મોદીએ ટ્રમ્પનો ફોન કેમ ન ઉઠાવ્યો? શું વિયેતનામ જેવી હાલત ભારતની કરવા માગતુ હતુ અમેરિકા? એક્સપર્ટ્સ પાસેથી જાણો
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રશાસને વારંવાર નિવેદનો આપી ભારતને અપમાનિત કર્યુ. ભારત-પાકિસ્તાન સીઝફાયરનું ક્રેડિટ ટ્રમ્પ અત્યાર સુધીમાં 40થી વધુ વાર લઈ ચુક્યા છે. જર્મન મીડિયાના રિપોર્ટમાં પણ દાવો કરાયો છે કે ફોન ન ઉઠાવવો એ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગીનો સંકેત નથી પરંતુ એક સમજી વિચારીને લેવાયેલુ કૂટનીતિક પગલુ છે.

જર્મન અખબારે FAZ ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ઓછામાં ઓછી ચાર વાર ટેલિફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ ટ્રમ્પના ફોનનો વડાપ્રધાન મોદી દ્વારા કોઈ ઉત્તર નથી આપવામાં આવ્યો. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિના ટેલિફોન રિસિવ કરવાની એક ઘટના જે ભૂતકાળમાં બની ચુકી છે. બાઈડેનના કાર્યકાળ દરમિયાન જ્યારે સાઉદી અરબના મોહમ્મદ બિન સલમાને તેમનો ફોન અનેકવાર ઉઠાવ્યો ન હતો. પ્રિન્સ સલમાન પણ એટલે ગુસ્સામાં હતા કારણ કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો આરોપ બાઈડેને તેમના પર લગાવ્યો હતો. પરંતુ શું ભારત અને અમેરિકાના સંબંધો એટલા સ્તર સુધી ખરાબ થઈ ગયા છે કે મોદી, ટ્રમ્પનો ટેલિફોન પણ ઉઠાવે? જ્યારે ભારતે અનેકવાર કહ્યુ છે કે ટ્રેડ ડીલ પર અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. ભારતે QUAD ને આગળ વધારવનાની વાત...
