પાકિસ્તાનમાં OICની બેઠકમાં કાશ્મીરના ઉલ્લેખ સામે ભારત લાલઘૂમ, વિદેશ મંત્રાલયે આપી કડક પ્રતિક્રિયા
OICની બેઠકમાં વાંગ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ઉદ્ઘાટન સત્રમાં ભાષણ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા ભારતના બિનજરૂરી ઉલ્લેખને નકારી કાઢીએ છીએ.
ભારતીય વિદેશ મંત્રાલયે (Indian Ministry of External Affairs) ગુરુવારે પાકિસ્તાનમાં (Pakistan) ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન ( Organisation of Islamic Cooperation, OIC ) ની બેઠકમાં આપેલા નિવેદનો પર કહ્યું કે ભારત વિશે આપવામાં આવેલો સંદર્ભ જુઠ્ઠાણા પર આધારિત છે. તેમણે એમ પણ કહ્યું કે મીટિંગમાં અપનાવવામાં આવેલા નિવેદનો અને ઠરાવો એક સંસ્થા તરીકે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની અપ્રસ્તુતતા અને તેમા ચાલાકી કરનાર તરીકે પાકિસ્તાનની ભૂમિકા બંને દર્શાવે છે. અગાઉ, જમ્મુ અને કાશ્મીર પર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને બુધવારે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ શક્ય નથી.
આ જૂથ ઈસ્લામાબાદમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના વિદેશ મંત્રીઓને લઈને પરિષદની 48મી બેઠકની મળી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા OIC મહાસચિવ એચ બ્રાહિમ તાહાએ કરી હતી. ભારતે અગાઉ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના આ સંગઠનને ચેતવણી આપી હતી કે IOC જેવી સંસ્થાઓએ બેજવાબદારીભર્યા નિવેદનો ના કરવા જોઈએ. OIC લાયઝન ગ્રૂપે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર કાશ્મીર વિવાદના યોગ્ય નિરાકરણ વિના દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ શક્ય નથી.
જમ્મુ-કાશ્મીર પર ચીનના વિદેશ મંત્રીના નિવેદનને ભારતે ફગાવ્યું
ભારતે, પાકિસ્તાનમાં યોજાયેલી ઓર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં જમ્મુ-કાશ્મીર પર ચીનના વિદેશ પ્રધાન વાંગ યી દ્વારા આપવામાં આવેલા નિવેદનોને બિનજરૂરી ગણાવીને ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત મામલા સંપૂર્ણપણે દેશનો આંતરિક મામલો છે. OICની બેઠકમાં વાંગ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ઉદ્ઘાટન સમારંભમાં કરાયેલા પ્રવચન દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા ભારતના બિનજરૂરી ઉલ્લેખને નકારી કાઢીએ છીએ.
The statements and resolutions adopted at the meeting (of OIC) demonstrate both the irrelevance of the Organisation of Islamic Cooperation as a body and role of Pakistan as its manipulator. References have been made to India that are based on falsehoods and misrepresentation: MEA pic.twitter.com/Upe3H2t1fu
— ANI (@ANI) March 24, 2022
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું
આ પણ વાંચોઃ