Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં શું ભારત ખરેખરમાં પિસાશે? જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન?

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ વધી ગયો છે, બંને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લાદ્યા છે. બંને દેશો વચ્ચેની આ લડાઈને કારણે ટેસ્લા જેવી મોટી કંપનીઓને અસર થશે. બીજું કે, ભારતને આ ટેરિફ યુદ્ધમાંથી નવી-નવી સંભાવનાઓ મળી શકે છે.

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં શું ભારત ખરેખરમાં પિસાશે? જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન?
Follow Us:
| Updated on: Apr 10, 2025 | 1:17 PM

અમેરિકા અને ચીન વચ્ચે જંગી યુદ્ધ છેડાઈ ગયું છે. હવે આ યુદ્ધથી ભારત પર તેની શું અસર પડશે, તે જાણવું મહત્ત્વનું બન્યું છે. તો ચાલો જાણીએ કે, આ યુદ્ધથી ભારતને ફાયદો થશે કે નુકસાન?

તાજેતરમાં જ અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ વધી ગયો છે, બંને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લાદ્યા છે. અમેરિકાએ ચીની આયાત પર 104% સુધીનો ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84% સુધીનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હવે એમાંય ફરી એકવાર અમેરિકાએ ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કરી દીધો છે.

બે દેશો વચ્ચેની લડાઈમાં તૃતીય પક્ષને હંમેશા ફાયદો થાય છે પરંતુ હવે આ બે દેશો વચ્ચે તૃતીય પક્ષ કોણ છે કે જેને ફાયદો થઈ શકે છે અને ભારત પર તેની શું અસર પડશે તે પણ જાણવા જેવુ છે. તો ચાલો જાણીએ કે, આ યુદ્ધથી ભારતને ફાયદો થશે કે નુકસાન?

આ તે વળી કેવું? છાશની અંદર ગોળ નાખવાથી શરીરને થાય આટલા ફાયદા
IPL 2025માં BCCI લાખો વૃક્ષો કેમ વાવી રહ્યું છે?
ઈસુને ફાંસી આપવાનો આદેશ કોણે આપ્યો હતો ?
Vastu Tips : ઘરના મંદિરમાં રાખો આ એક વસ્તુ, બદલાઈ જશે તમારી કિસ્મત
5G Unlimited ડેટા વાળો સૌથી સસ્તો પ્લાન ! Jio લાવ્યું મોટી ઓફર
રોહિત શર્માએ વાનખેડેમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

ચીન અને અમેરિકાના યુદ્ધની અસર

બંને દેશો વચ્ચેની આ લડાઈને કારણે ટેસ્લા જેવી મોટી કંપનીઓને અસર થશે. બીજું કે, ભારતને આ ટેરિફ યુદ્ધમાંથી નવી-નવી સંભાવનાઓ મળી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે, ચીની બજાર હવે અમેરિકન કંપનીઓ માટે મોંઘુ બનશે, જે તેના વેચાણને સીધી અસર કરશે. બીજીબાજુ, ચીન હવે યુરોપિયન અથવા સ્થાનિક બ્રાન્ડ્સને પ્રાધાન્ય આપી શકે છે, જે વિશ્વમાં અમેરિકાની સ્પર્ધાત્મકતાને નબળી પાડી શકે છે.

ભારત પર શું અસર થશે?

આયાત ખર્ચમાં વધારો: ભારત ઘણા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને ઘટકો માટે ચીન પર નિર્ભર રહે છે. જો આ ઉત્પાદનોના ભાવ વધે છે, તો ભારતીય ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

નિકાસ પર દબાણ: વૈશ્વિક વેપારમાં અસ્થિરતાને કારણે ભારતીય નિકાસકારોને નવા બજારોમાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે નિકાસમાં ઘટાડો થઈ શકે છે.

આ એક ફાયદો થઈ શકે

નવી વ્યવસાયિક તકો: અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને કારણે ઘણી કંપનીઓ વૈકલ્પિક સપ્લાય ચેઇન શોધી રહી છે. ભારત આ તકનો લાભ લઈ શકે છે અને એક વિશ્વસનીય સપ્લાય હબ બની શકે છે.

રોકાણને આકર્ષવું: વિદેશી કંપનીઓ જે ચીનમાં રોકાણ કરતી હતી તે હવે ભારતમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. આનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે.

ચીનનું ભારતને આમંત્રણ

ચીને ભારતને અમેરિકાના “ટેરિફ દુરુપયોગ” સામે એક થવા વિનંતી કરી છે. ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે જણાવ્યું હતું કે, “ચીન-ભારતના આર્થિક અને વેપાર સંબંધો પરસ્પર ફાયદાકારક છે. યુએસ ટેરિફના દુરુપયોગનો સામનો કરી રહેલા બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ સંયુક્ત રીતે આ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ.”

આ પણ વાંચો: 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરને ભારત લવાશે, જાણો કોણ છે આ કાવતરાખોર?

g clip-path="url(#clip0_868_265)">