ઈમરાનખાનની સજા માફ કરવા સાથે ફટકારાયો આકરો દંડ, 10 વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે

|

Apr 01, 2024 | 5:03 PM

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ સજાને સ્થગિત કરી દીધી છે, પરંતુ બંને પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈમરાનખાનની સજા માફ કરવા સાથે ફટકારાયો આકરો દંડ, 10 વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે
Imran Khan and Bushra Bibi

Follow us on

પાકિસ્તાનમાં ચર્ચાસ્પદ તોશાખાના કેસમાં 14 વર્ષની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે. કોર્ટના આદેશને કારણે ઈમરાન ખાન સજામાંથી તો બચી ગયો છે, પરંતુ તે અને તેની પત્ની બુશરા આગામી 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે સોમવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે. સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો કોર્ટે બંનેને આ સજા સંભળાવી હતી. માત્ર એક દિવસ પછી, બંનેને લગ્ન સંબંધિત કેસમાં અલગથી સાત વર્ષની વધારાની કેદની સજા ફટકારવામાં આવી હતી.

વિશેષ કોર્ટે સજા પણ સંભળાવી હતી

અગાઉ, સત્તાવાર રહસ્યોને લગતા પાકિસ્તાનના અધિનિયમ હેઠળ સ્થપાયેલી વિશેષ અદાલતે પણ ઇમરાન ખાન અને તેમની સરકારના તત્કાલિન વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને સરકારના રહસ્યોના ઉલ્લંઘન બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારપછી, ડિસેમ્બરમાં, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો જેને ટુંકમાં NABએ કહે છે તે કોર્ટે એ સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસેથી મળેલા મૂલ્યવાન જ્વેલરી સેટ પોતાની પાસે રાખી મુકવા અંગે વિશેષ કોર્ટે સજા પણ સંભળાવી હતી

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઈમરાન ખાન અને તેમની પત્નીને 108 ભેટ મળી હતી

ઈસ્લામાબાદની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ ઈમરાન અને તેની પત્ની બુશરાબીબીને દોષિત ઠેરવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ઈમરાનખાન અને તેમની પત્નીએ વિવિધ રાજ્યના વડાઓ અને વિદેશી મહાનુભાવો પાસેથી 108 ભેટો મેળવી હતી. કોર્ટના ચુકાદા અનુસાર, ઈમરાન ખાન અને તેની પત્ની 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં અને બંનેને 787 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ અલગથી ચૂકવવો પડશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે કહ્યું કે સજા સામેની અપીલ પર સુનાવણી ઈદની રજાઓ પછી નક્કી કરવામાં આવશે.

Published On - 4:39 pm, Mon, 1 April 24

Next Article