‘UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો’- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ

પીયૂષ ગોયલે દુબઈ એક્સપોના ઈન્ડિયા પેવેલિયનમાં કહ્યું કે UAEએ ભારતને તેના હૃદયમાં કાયમી સ્થાન આપ્યું છે. દુબઈ એક્સપોમાં ભારતનું પેવેલિયન કાયમી છે અને તૂટશે નહીં. ઈન્ડિયા પેવેલિયનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે જ્યાં દૂર-દૂરથી લોકો સતત આવી રહ્યા છે.

'UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો'- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ
Union Minister Piyush Goyal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:25 PM

ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં  (Dubai Expo) એક મોટી વાત કહી. પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની (India pavilion) ભવ્ય સફળતા પર ભારત અને UAEની મિત્રતાની દિલથી પ્રશંસા કરી હતી. ઈશારામાં ઘણું કહ્યું. પીયૂષ ગોયલે કહ્યું કે અમારી મિત્રતા દુનિયાના ઘણા દેશોમાં ઈર્ષ્યાનો મુદ્દો બની ગઈ છે. આપણી મિત્રતા દિવસેને દિવસે વધુ મજબૂત થતી જાય છે તે આવા દેશોને પસંદ નથી. જ્યારે સત્ય એ છે કે UAEએ ભારતને હંમેશ માટે પોતાના હૃદયમાં વસાવી લીધું છે. ગોયલે કહ્યું કે દુબઈમાં ઈન્ડિયા એક્સ્પો કાયમ માટે બની ગયો છે, તે ક્યારેય તૂટશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">