Pakistan Imran Khan: ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામું આપશે ! આજે પાકિસ્તાનને કરશે સંબોધન
Pakistan Political Turmoil: પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઝડપથી વધી રહ્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામું આપી શકે છે.
પાકિસ્તાનમાં (Pakistan) સરકાર પડવાની શક્યતા વચ્ચે રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. એવા સમાચાર છે કે વડાપ્રધાન ઈમરાન ખાન (Prime Minister Imran Khan) અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion) પહેલા જ રાજીનામું આપી દેશે. તેમણે આજે બપોરે કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. આ સિવાય ઈમરાન ખાન આજે પાકિસ્તાન દેશને સંબોધન પણ કરી શકે છે.
ઈસ્લામાબાદમાં 27 માર્ચે એક વિશાળ રેલીને સંબોધતા ઈમરાન ખાને કહ્યું હતું કે વિદેશી શક્તિઓ તેમની ગઠબંધન સરકારને તોડવાના “ષડયંત્ર”માં સામેલ છે. ઈસ્લામાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીની રેલીને સંબોધિત કરતી વખતે ખાને કહ્યું હતું કે વિદેશી તત્વો દેશની વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્થાનિક રાજકારણીઓનો ઉપયોગ કરી રહ્યા છે.
દાવાઓની પુષ્ટિ માટે પત્રને પુરાવો ગણાવ્યો
ઈમરાનખાને આગ્રહ કર્યો કે તેની પાસે પુરાવા તરીકે તેના દાવાઓને સમર્થન આપતો પત્ર છે. ઈમરાન ખાને પુરાવા તરીકે એક પત્ર પણ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘વિદેશી ભંડોળ દ્વારા પાકિસ્તાનમાં સરકાર બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણા લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે પરંતુ કેટલાક લોકો આ પૈસાનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરી રહ્યા છે.
દબાણ ઊભુ કરવાના પ્રયાસનો આરોપ
તેમણે કહ્યું, ‘અમને ખબર છે કે અમારા પર દબાણ લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે. અમને લેખિતમાં ધમકી આપવામાં આવી છે પરંતુ અમે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરીશું નહીં. મારી પાસે જે પત્ર છે તે સાબિતી છે અને જે કોઈને પણ આ પત્ર પર શંકા છે તે ખોટા સાબિત કરવા હું પડકાર આપું છું. આપણે નક્કી કરવાનું છે કે આપણે આ રીતે ક્યાં સુધી જીવીશું. અમને ધમકીઓ મળી રહી છે. વિદેશી ષડયંત્ર વિશે ઘણી બાબતો છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાન : રાજકીય સંકટ વચ્ચે PM ઈમરાનને આવ્યુ ડહાપણ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે યુદ્ધ ખતમ કરવા કરી વાતચીત
આ પણ વાંચોઃ