VIDEO : ચીફ આર્મી ચીફને હટાવવા માંગે છે PTI ! ઈમરાન ખાનની પાર્ટીના સભ્યનો સનસનીખેજ ખુલાસો
વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના એક સભ્યએ દાવો કર્યો કે, ઈમરાન ખાને(Imran Khan) તેમને ફોન કર્યો અને કહ્યું કે તેઓ પાકિસ્તાનના (Pakistan) સેના પ્રમુખ જનરલ બાજવાને હટાવવાની યોજના બનાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં (Pakistan) આ સમયે રાજકીય સંકટ (Political Crisis) ઘેરી બની રહ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના સભ્ય અને હવે વિસર્જન કરાયેલ નેશનલ એસેમ્બલીના (Pakistan National Assembly) સભ્ય આમિર લિયાકત હુસૈને મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે ઈમરાન ખાને (PM Imran Khan) તેને ફોન કરીને કહ્યું હતું કે તે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાને હટાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હું સાક્ષી છું કે તેઓ જનરલ બાજવાને હટાવવા માંગતા હતા. હું આવી બીજી ઘણી બાબતો જાણું છું. જો હું તે વસ્તુઓને ઉજાગર કરું, તો સર્વનાશ થશે.’
આ વીડિયોમાં લિયાકત હુસૈને કહ્યું કે, ઈમરાન ખાને સેનામાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો. તમે કોર્પ્સ કમાન્ડર બનાવવાનો પ્રયાસ કર્યો અને આર્મી ચીફને (Army Chief) હટાવવાનો પ્રયાસ કર્યો.સાથે જ તેણે કહ્યું કે,ઈમરાન ખાને તેમની વિરુદ્ધ વિપક્ષના પગલા પાછળ ‘વિદેશી’ ઉશ્કેરણી સાબિત કરવા માટે રજૂ કરેલો પત્ર નકલી છે.
#آئین_کا_غدار_عمران_خان تم نے مجھ سے اکیلے میں کیا کہا یاد ہے کپتان!!! pic.twitter.com/d3jYiIdABa
— Aamir Liaquat Husain (@AamirLiaquat) April 5, 2022
આપણામાંથી કોઈ દેશદ્રોહી નથી : આમિર લિયાકત હુસૈન
તેમણે કહ્યું “અમારામાંથી કોઈ દેશદ્રોહી નથી”. પણ તમે અમને બધાને દેશદ્રોહી કહ્યા. હું ત્યાં મતદાન કરવા પણ નહોતો. હું અસ્વસ્થ હતો અને જ્યારે હું પહોંચ્યો ત્યારે દરવાજા બંધ હતા. પરંતુ હવે હું મતદાન કરીશ. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન વિરુદ્ધ 3 એપ્રિલે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, સેનાએ ઈમરાન ખાનને રાજીનામું આપવા કહ્યું, જે ખાને નકારી દીધું અને તેના બદલે વિધાનસભા ભંગ કરવાની હાકલ કરી હતી.
પાકિસ્તાનના અમેરિકા સાથે સારા સંબંધો છેઃ જનરલ બાજવા
ઉપરાંત તેમણે કહ્યું કે, સેના સાથે કોઈ મતભેદ નથી. તેણે પોતાની સામેના અવિશ્વાસ પ્રસ્તાવને (No પણ અમેરિકન ષડયંત્ર તરીકે દર્શાવ્યું હતું, જેને સૈન્ય સાથે કોઈ લેવાદેવા નથી. ઈમરાન ખાને કહ્યું કે તેમની તાજેતરની મોસ્કોની મુલાકાતે અમેરિકાને પરેશાન કર્યું છે, જે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનને બાજુ પર લઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, જનરલ બાજવાએ તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાનના અમેરિકા સાથે સારા સંબંધો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : ઈમરાનખાનને કેમ યાદ આવે છે ભારત ?: અડધા કલાકમાં સાત વાર ભારતનુ લીધુ નામ, પાકિસ્તાનના ત્રણ ટુકડા થવાની વ્યક્ત કરી ભીતિ