AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના 10,000 રૂપિયા વેનેઝુએલાના ચલણમાં કેટલા થાય ? એટલા રૂપિયામાં ત્યાંથી શું શું ખરીદી શકાય ?

વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલામાં આર્થિક સમસ્યા છે. ફુગાવો વધી રહ્યો છે. અર્થતંત્ર ડામાડોળની સ્થિતિમાં હોવાનું કહેવાય છે. આવા સંજોગોમાં ભારતના 10,000 રૂપિયાનુ મૂલ્ય વેનેઝુએલામાં વધી જાય છે. વેનેઝુએલાની આર્થિક સ્થિતિ અને સંપૂર્ણ ચલણ ગણતરીઓ વિશે જાણો.

ભારતના 10,000 રૂપિયા વેનેઝુએલાના ચલણમાં કેટલા થાય ? એટલા રૂપિયામાં ત્યાંથી શું શું ખરીદી શકાય ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2026 | 9:40 AM
Share

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ, શનિવારે વહેલી સવારે ખૂબ જ ગુપ્ત અને સુનિયોજિત રીતે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વેનેઝુએલા પર હવાઈ હુમલો કર્યો અને ગણતરીની મીનિટોમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી અટકાયત કરીને અમેરિકા લઈ ગયા. યુએસ સેનાએ લાંબા આયોજિત કાર્યવાહી અંતે માત્ર 30 મિનિટમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી. માદુરોની ધરપકડ સાથે, વેનેઝુએલામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છવાઈ ગયું છે. પરંતુ આ રાજકીય ઉથલપાથલ વચ્ચે, સામાન્ય માણસનો પ્રશ્ન એ છે કે, વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ભંડાર ધરાવતો દેશ આટલી ખરાબ આર્થિક સ્થિતિમાં કેમ છે? તેના ચલણની સ્થિતિ શું છે?

તેલના કુવા ભરેલા છે, પણ ખિસ્સા ખાલી છે

વેનેઝુએલાની વાત એક વિરોધાભાસથી ઓછી નથી. કુદરતે આ દેશને ક્રૂડ ઓઇલના વિશાળ ભંડારથી અનેક આશીર્વાદ આપ્યા છે, જે તેને વિશ્વનો સૌથી ધનિક દેશ બનાવી શક્યો હોત. જોકે, નબળી આર્થિક નીતિઓ અને પશ્ચિમી દેશો, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવપૂર્ણ સંબંધોએ તેને ગરીબીની અણી પર લાવી દીધું છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 2017 માં, વેનેઝુએલા દેશે સત્તાવાર રીતે પોતાને નાદાર જાહેર કર્યો હતો.

વેનેઝુએલામાં ફુગાવો એટલો બધો વધી ગયો છે કે લોકો મુઠ્ઠીભર કરિયાણાની વસ્તુઓ મેળવવા માટે નોટોથી ભરેલી બેગ લઈને જાય છે. વિદેશી રોકાણકારો તરફથી વિશ્વાસ ગુમાવવાથી અને સતત પ્રતિબંધોની અસરથી વેનેઝુએલાનુ સત્તાવાર ચલણ, બોલિવર (VES) ને ખૂબ જ નબળુ બનાવી દીધું છે. અર્થતંત્રના સતત ઘટાડાએ વેનેઝુએલાના નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે, કારણ કે તેમના ચલણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

વેનેઝુએલામાં 10,000 ભારતીય રૂપિયાનું મૂલ્ય કેટલું

જો આપણુ ભારતીય ચલણ વેનેઝુએલામાં સ્વીકારવામાં આવે તો આપણે કેટલા સમૃદ્ધ હોઈએ ? ભારત અને વેનેઝુએલા વચ્ચે હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે, અને આપણે વેનેઝુએલા પાસેથી પણ નોંધપાત્ર પ્રમાણમાં ઈંધણ પણ ખરીદીએ છીએ. આકંડાઓ દર્શાવે છે કે 2024 માં, ભારતે વેનેઝુએલા પાસેથી આશરે 22 મિલિયન બેરલ તેલ આયાત કર્યું હતું.

વિનિમય દરને સમજીએ તો, ભારતીય રૂપિયા (INR)નું મુલ્ય વેનેઝુએલાના બોલિવર (VES) કરતા વધારે છે. 2025 ના આંકડા અનુસાર, 1 ભારતીય રૂપિયા બરાબર આશરે 3.22 વેનેઝુએલાના બોલિવર છે. આમ, જો તમે 10,000 ભારતીય રૂપિયા લઈને વેનેઝુએલામાં જાઓ છો, તો તમને વિનિમયદરના આધારે પર આશરે 32,200 થી 32,500 બોલિવર પ્રાપ્ત થશે. આ વાત મોટી લાગે છે, પરંતુ ત્યાં આસમાને પહોંચેલા ફુગાવાને કારણે, આ 32,000 બોલિવરની ખરીદ શક્તિ ખૂબ ઓછી છે. આનો અર્થ એ છે કે તમને નોટોના બંડલ મળી શકે છે, પરંતુ તે કિંમતમાં ખૂબ જ ઓછી ખરીદી કરી શકાશે.

આ પણ વાંચોઃ માદુરો આજે પણ અમારા રાષ્ટ્રપતિ, અમેરિકા તાકીદે તેમને મુક્ત કરેઃ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ

જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">