Russia Ukraine War: એક મહિના પહેલા જ જ્યોતિષ દ્વારા કરવામાં આવી હતી યુદ્ધની ભવિષ્યવાણી, જાણો શું કહે છે રાષ્ટ્રપતિ પુતિનની કુંડળી ?
એક ભારતીય જ્યોતિષ દ્વારા યુટ્યુબમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રશિયન પ્રમુખ પુતિનની કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું અને યુદ્ધ અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
જ્યોતિષશાસ્ત્ર (Astrology) હંમેશા દુરંદેશી રહ્યુ છે, કોઈ પણ માણસને પોતાના ભવિષ્ય સંબંધીત સવાલો થાય ત્યારે જ્યોતિષની સલાહ લેતા હોય છે. પરંતુ ક્યારે વાત માત્ર વ્યક્તિની ન હોય અને આખા દેશની હોય ત્યારે? જી હા, તમારૂ અનુમાન એકદમ સાચુ છે, વાત અહીં બે એવા દેશની થઈ રહી છે, જે યુદ્ધના કારણે સમગ્ર દુનિયા સંકટમાં છે. પરંતુ શું આ યુદ્ધ પાછળ કોઈની કુંડળી જવાબદાર હોય શકે? તો જવાબ છે હા, કારણ કે જ્યારે યુદ્ધના એંધાણ નહોતા, ત્યારે એટલે કે 30 જાન્યુઆરી 2022ના રોજ એક યુવાન જ્યોતિષ યુટ્યુબર ડો. રવિ ગુપ્તા દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનની કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર રશિયા અને યુક્રેન યુદ્ધની (Russia Ukraine War) ભવિષ્યવાણી કરી હતી.
શું કહે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની કુંડળી ?
વ્લાદિમીર પુતિનનો જન્મ તુલા લગ્નમાં થયો છે. તુલા શુક્રના સ્વામીત્વ વાળી રાશિ છે, પુતિનની કુંડળીમાં લગ્નેશ લગ્નમાં બેઠા હોય જે પુતિનનું એશો-આરામ અને લક્ઝરી જીવનને દર્શાવે છે. પરાક્રમભાવમાં મંગળ પુતિનને નાયક બનાવવાની સાથે આક્રમક પણ બનાવે છે, પરંતુ આપણે અહીં વાત કરવી છે ગોચરની.
પુતિનની વર્તમાન ગોચરની વાત કરીએ તો વર્તમાન સમયમાં તેમના જીવનની દશા શનિની મહાદશામાં ગુરુનું અંતર ચાલી રહ્યું છે અને તુલા લગ્નમાં ગુરૂ પરાક્રમભાવના માલિક હોય, શનિ તેમની કુંડળીમાં બારમાં ઘરમાં છે. આમ તેમની કુંડળીમાં જુલાઈ 2022 સુધીમાં યુદ્ધ જેવી સ્થિતિની સમસ્યા રહેશે.
ક્યારે પોસ્ટ થયો વીડિયો ?
આ વીડિયો એક મહિના પહેલા એટલે કે 30 જાન્યુઆરી 2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને રશિયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રથમ હુમલો કર્યો હતો. આ ભવિષ્ય કથન યુદ્ધના એક મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ અને પુતિનની કુંડળીનું વિષ્લેષણ પણ કરવામાં આવ્યુ હતુ. લોકો આ વીડિયોમાં કમેન્ટ કરી યુદ્ધ અને કુંડળીની ખરાઇ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજ રશિયા યુક્રેન યુદ્ધનો નવમો દિવસ છે અને બંને દેશો વચ્ચે હજુ તણાવ યથાવત છે, અમેરિકા જેવી મહાસત્તા રશિયાના આ નિર્ણયથી નાખુશ છે અને ભારત હજુ આ સ્થિતીમાં મૌન સેવી રહ્યું છે. અત્રે એ પણ જણાવવું જરુરી છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સરકાર દ્વારા પાછા લવાયા છે અને ગોળીબારમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત પણ નિપજ્યા છે.
આ પણ વાંચો :Russia Ukraine War: રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કર્યો હુમલો ,જાણો શું છે સ્થિતિ?