લો બોલો નસીબ તે આનું નામ ! માણસે ખરીદ કર્યુ જૂનું કબાટ, રહસ્યમય રીતે અંદરથી મળ્યો કરોડોનો ‘ખજાનો’
મહિલાએ જણાવ્યું કે તેણે પહેલા જે વ્યક્તિને તિજોરી ખોલવા માટે બોલાવી હતી તે ખોલી શકી ન હતી. આવી સ્થિતિમાં તિજોરી ખોલવા માટે અન્ય વ્યક્તિને બોલાવવી પડી હતી. પછી તેણે સેફ ખોલતા જ તેની અંદરથી 7.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 62 કરોડ રૂપિયાની રોકડ નીકળી.
એમ જોવા જઈએ તો દરેકની કિસ્મતમા અમીર બનવાનું નથી લખ્યુ પરંતુ ક્યારેક કોઈને બમ્પર લોટરી લાગે છે તો કોઈને ઘરમાં છુપાયેલો ખજાનો મળી જાય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે, જે તિજોરી સાથે સંબંધિત છે. આ એક એવો મામલો છે જેના પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હકીકતમાં, એક મહિલાએ જણાવ્યું કે તેના પતિએ એક જૂનું કબાટ ખરીદ્યુ હતુ, જેમાંથી રહસ્યમય રીતે કરોડોની કિંમતનો ‘ખજાનો’ બહાર આવ્યો હતો. જેને જોઈને તેના તો જાણેે હોશ જ ઉડી ગયા.
વેબસાઈટ લેડીબાઈબલના રિપોર્ટ અનુસાર, ડેન ડોટસન અને તેની પત્ની લૌરાએ સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી છે કે એક મહિલા તેમની પાસે આવી, જેણે એવી સ્ટોરી કહી કે જેને સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તેણે જણાવ્યું કે તેના પતિએ એક જૂનું સ્ટોરેજ યુનિટ એટલે કે કપડા $500 એટલે કે લગભગ 41 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા, જેની અંદર પૈસાથી ભરેલી તિજોરી હતી.
તિજોરીમાંથી 62 કરોડ રૂપિયા નીકળ્યા
મહિલાએ જણાવ્યું કે તેણે પહેલા જે વ્યક્તિને તિજોરી ખોલવા માટે બોલાવી હતી તે ખોલી શકી ન હતી. આવી સ્થિતિમાં તિજોરી ખોલવા માટે અન્ય વ્યક્તિને બોલાવવી પડી હતી. પછી તેણે સેફ ખોલતા જ તેની અંદરથી 7.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 62 કરોડ રૂપિયાની રોકડ નીકળી.
5 કરોડની ઓફર મળી
ડોટસન્સે જણાવ્યું હતું કે અવિશ્વસનીય રોકડની શોધ થયા પછી તરત જ મહિલાના પતિનો વકીલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે તેમને કહ્યું કે તિજોરી તેને સોંપી દો અને તેના બદલામાં 6 લાખ ડોલર એટલે કે લગભગ 5 કરોડ રૂપિયા ઈનામ તરીકે લો, પરંતુ તેઓએ ના પાડી. આ પછી તેને તેનાથી પણ મોટી ઈનામની ઓફર કરવામાં આવી હતી, જે તેણે સ્વીકારી લીધી હતી.
તિજોરી પરત કરી 10 કરોડ મળ્યા
વાસ્તવમાં બીજી વખત તેને તે વ્યક્તિના વકીલનો ફોન આવ્યો જે તે સેફનો અસલી માલિક હતો. તેણે પહેલા 5 કરોડ રૂપિયાની ઓફર પણ કરી હતી, પરંતુ પછી તેણે તેને બમણી કરીને 10 કરોડ રૂપિયા કરી દીધી હતી. આ રીતે વ્યક્તિ એક જ ઝાટકે કરોડોનો માલિક બની ગયો.